________________ પકડાયેલાની સ્ત્રીઓ તો જોઈને રોઈ રહી છે; ત્યારે ચોરોની વહુઓ રૂપાળા પદ્મદેવને જોઈને કામાતુર ચેષ્ટાઓ કરે છે અને એક વહુ બીજીને તરંગવતીને દેખાડતી કહે છે આના જેવા સૌભાગ્યની દેવીને પ્રાર્થના કરી કે મને આવતા જન્મ આવો રૂપાળો પતિ મળો ! આ તો રંભા ઉર્વશીનો અવતાર લાગે છે! મોટા ઋષિઓના મનને પણ ચળવિચળ કરી નાખે ! અલી એ જો તો ખરી એનું સૌંદર્ય ને લાવણ્ય, હજાર આંખોવાળો ઇંદ્ર પણ આને જોઈ જોઈ ધરાય નહિ. કેવી દુર્દશા છે. એક બાજુ પોતે લૂંટારાની પત્નીનું અધમ જીવન જીવી રહી છે ને બીજીબાજું પદ્મદેવના રૂપ પર ઓવારી જાય છે !... ત્યારે કેદ પકડાયેલા પુરુષોનું શું ? એમને ય માથે ભારે વિટંબણા તોલાઈ રહી છે ! દોરડે બંધાઈને પડ્યા છે ! એ વખતે પણ દૃષ્ટિનું પાપ છૂટતું નથી ? તરંગવતીને જોઈને એવા ઓવારી જાય છે કે એ પણ કામવાસનાવશ તરંગવતીના શરીરનાં અંગેઅંગ પર દષ્ટિ નાખતાં મનોરથ કરે છે કે આ કોઈ સ્વર્ગમાંથી સરી પડેલી અપ્સરા જેવી સ્ત્રી આપણને ક્યારે મળે ?' એમ વિચારતાં એ બિચારા કામની આગથી બળી રહ્યા છે. એમને ભાન નથી કે આવા મલિન વિચારો કે ઓરતા કરીને શું વળવાનું હતું ? ધર્મથી સાધેલા પુણ્ય વિના એવા મનગમતા દુન્યવી સંયોગો મળતાં નથી. કિન્તુ ભયંકર દષ્ટિદોષના પ્રતાપે “નરકમાં પરમાધાની આંખમાં ખંજરની અણીઓ ભોકે,...' એવી એવી કાતિલ વેદનાઓના પાપ ઊભા થાય છે. પોતાની વર્તમાન સ્થિતિ એ જોતા નથી કે, “પૂર્વના પાપના ઉદયે અહીં આવી રીતે લૂંટારાઓની કેદમાં ફંસાવું તો પડ્યું છે ! અને આગળ પર ઘોર ત્રાસવિટંબણાઓ માથે લટકતી ઊભી છે !' પરંતુ મોહની વિચિત્રતા છે કે, “વર્તમાન દુઃખભરી સ્થિતિ છતાં, વિવેક ન આવવા દે, અને પૂર્વના દુષ્કતોનો પસ્તાવો પણ ન આવવા દે !" ઊલટું હજી પણ નવાનવા દુષ્કતો કરવાના વિચારો ઊઠે ! તેમજ દુષ્કતોનાં એવાં આચરણ પણ થાય,” મનુષ્ય જન્મે ય આ વિવેક નહિ તે છતી બુદ્ધિએ !! પશુજન્મ કરતાં મનુષ્યજનમની વિશેષતા આ, કે એમાં બુદ્ધિશક્તિ, વિચારણાશક્તિ ને વિવેકશક્તિ મળી છે ! પરંતુ આશ્ચર્ય છે કે માત્ર ખોળિયે મનુષ્ય, કિંતુ હૈયાથી પશુ જેવા જ રહેલા મૂઢ મનુષ્યોને પોતાને મળેલી બુદ્ધિશક્તિ વિચારશક્તિનો ઉમદા ઉત્તમ 216 - તરંગવતી