________________ દીકરાને પોતે લાખો રૂપિયાની મિલકત આપી છે એ માત્ર બે રૂપિયાથી પણ બચાવતો નથી” એ વાતનું એને બહુ દુ:ખ લાગ્યું અને આમ પાછું કસાઈના હાથમાં જવું પડશે અને કપાઈ મરવું પડશે !' એની કલ્પનાથી ધ્રુજી ઊઠ્યો ! અને રોતો રોતો દુકાનની નીચે ઊતરી જાય છે. વિચારો, સંસારમાં જીવની કર્મ તરફથી આ કેટલી વિટંબણા ! આમ છતાં સંસારની ખૂબી કેવી છે કે જીવને અહીં પોતાના પાપ નજરે નથી ચઢતાં અને એકવાર જે દીકરા પર ભરપૂર વહાલ કર્યા છે, એજ દીકરા પર ભયંકર ગુસ્સો ચઢે છે ! પણ ગુસ્સો કરીને હવે દીકરાની સાથે શો ઝઘડો કરી શકે ? અથવા દીકરાની નાલાયકી બદલ ક્યાંથી એને દુકાન પરથી હેઠો ઉતારી શકે ? કેમકે કર્મસત્તાએ તંત્ર બધું પોતાના હાથમાં રાખ્યું છે. એટલે જ દીકરાએ એ વખતે તો ન બચાવ્યો; પરંતુ જ્યારે પાછળથી દીકરાને જ્ઞાની સાધુ પાસેથી જાણવા મળ્યું કે એ બકરો તારો બાપ હતો,' એટલે ચોંકી ઊઠીને તરત દોડીને કસાઈના ઘરે પહોંચ્યો, અને કસાઈને કહે “પેલો બકરો લાવ.” કસાઈ કહે છે, હવે નહીં મળે.' “અરે ભાઈ ! બે રૂપિયાના બાર રૂપિયા લે, પણ બકરો આપ;” તો હવે દીકરો બાપ-બકરાને બચાવી શકે ખરો ? ના. તંત્ર જ્યાં કર્મસત્તાના હાથમાં છે, ત્યાં માણસનું ધાર્યું કાંઈ ચાલતું નથી. પ્ર.- કેમ બેને બદલે બાર રૂપિયા આપવા તૈયાર થાય તો પછી કસાઈ બકરો ન આપી દે ? ઉ.- હવે મોડું થયું થયું હતું... કસાઈ કહે છે,- “બકરો ક્યાંથી આપું? જુઓ પેલા ચૂલા ઉપર રંધાઈ રહ્યો છે ! શેઠ કહે “અરરર ! બકરાને તે આટલો જલદી કાપી નાખ્યો ? કસાઈ કહે “શેઠ ! આટલા મોડા બચાવવા કેમ નીકળ્યા ? હું તો પહેલાં જ કહેતો હતો કે શેઠ બે રૂપિયા ફેંકી દો, ભલે બકરો તમારે ત્યાં રહે. હવે શું કહેવા નીકળી પડ્યા કે બકરો આટલો જલદી કાપી નાખ્યો ? પહેલાં તમારી અક્લ ક્યાં ગઈ હતી ? ત્યારે બકરાને પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવ્યું હતું, અને અહીં બચાવનાર પોતાનો દીકરો જ સામે હતો, તો પછી એને બચાવ મળ્યો ? ના, 226 - તરંગવતી