________________ નહોતી. તેમજ એને નવકાર સંભળાવતા પહેલાં નવકારનો કશો મહિમા ય સંભળાવ્યો નહોતો; છતાં એણે જોયું કે “અહો ! મને આ બળેલી સ્થિતિમાં આ બહુ પ્રેમ અને લાગણીથી કાંઈક સંભળાવે છે ! તો લાવ, ધ્યાનથી સાંભળવા દે.’ એમ કરી શરીરમાંની ભારે બળતરા ભૂલી જઈ નવકારના બોલાતા પદ પર ઠરી જઈને સાંભળવા લાગ્યો !... વળી સાથે પ્રભુ પાર્શ્વકુમારનું દયા અને પ્રેમભર્યું મુખદર્શન થયું તો એમાં ય એ પ્રેમ અને દયા પર આકર્ષાયો,- “અહો ! આ મને કેટલા બધા પ્રેમ અને દયાથી જોઈ રહ્યા છે !..." એમ કરી પ્રભુમુખનાં દર્શનમાં ઠર્યો. બસ એ રીતે આપણે રોજ પ્રભુદર્શન કરીએ ત્યાં પણ પહેલું આ દેખાય કે અહો આ પ્રભુ મને કેટલા બધા પ્રેમથી અને કેટલી બધી કૃપાથી જોઈ રહ્યા છે !' એમ કરી પ્રભુ પ્રત્યે આકર્ષાઈને દર્શન કરીએ. દર્શન એટલે શું ? પ્રભુને માત્ર જોવાનું એટલું જ નહિ, કિન્તુ પ્રભુ આપણને ખૂબ પ્રેમ અને દયાથી કેવા જોઈ રહ્યા છે એ જોવાનું. કહો, પ્રભુદર્શન એટલે પ્રભુ વડે કરાતા દર્શનનું દર્શન. એટલે હવે મંદિર જાઓ ત્યાં એકેક પ્રભુને એવી રીતે જોજો, કે “આ પ્રભુ મને પ્રેમ ને કરુણાથી જોઈ રહ્યા છે. એ જઈ આ પ્રાર્થના કરજો કે પ્રભુ ! તમે અગણિત જીવોને પ્રેમ અને દયાથી જોઈને તાર્યા છે, તો આ એક સેવકને પણ દયા અને પ્રેમથી જુઓ, આમ જરાક ઠરીને જોઈએ એટલે એવો ભાસ થાય કે પ્રભુ હવે આપણા પર પ્રેમ-દષ્ટિ અને કરુણા-દષ્ટિ નાખી રહ્યા છે. આનું નામ ‘દર્શન.” વાત આ હતી કે પેલી ચકોરી જાતે ચાહીને ચકોરની ભડભડતી આગવાળી ચિંતામાં પડી સળગી રહી છે, પણ એને હાયકારો નથી ! કેમકે એને પ્રિયની સાથોસાથ બળવાનું મળે છે એનું હૈયે આશ્વાસન છે. જગતની આફતોમાં ચિત્તને આમ સ્વસ્થ રાખી શકાય છે, માત્ર સામે પ્રબળ આશ્વાસન જોઈએ. ખંધકમુનિ વગેરેને આ આશ્વાસન હતું કે “આ ચામડી ઉખેડનારાઉખેડાવનારા મારા કર્મોને કેવા ખલાસ કરી રહ્યા છે ! મારા પરમ ઉપકારી છે.” તરંગવતી સાધ્વીજી પેલી શેઠાણીને કહી રહ્યા છે “ગૃહિણી ! આ પ્રમાણે મારી સખી સારસિકાને પૂર્વભવનું ચકોરીપણે મારા પ્રિય ચકોરની પાછળ અગ્નિમાં પડી મારું બળી મરવાનું કહેતાં કહેતાં હું મૂછિત થઈ ગઈ ! સંસાર કર્મ ! તારી ગતિ ન્યારી 81