________________ વિશલ્યાની મહાનતા : આ વિશલ્યાનો આત્મા કેટલો ઊંચો છે એ જાણો છો ? જુઓ, આગળ પર, જ્યારે રામ રાવણનું યુદ્ધ થાય છે, અને ત્યાં રાવણ, રામની સેના પર “જરા’ વિદ્યા મૂકીને આખી સેનાને મૂર્શિત કરી દે છે, ત્યારે રામચંદ્રજી મુંઝવણમાં પડી જાય છે કે હવે શું કરવું કેમકે સેનાની મૂછિત દશામાં આમ ને આમ જો રાત નીકળી ગઈ, તો સવારે રાવણની સેના આ આખી સેનાની લણણી જ કરી નાખે !" રામચંદ્રજી ને લક્ષ્મણજી ગમે તેવા બળવાન, પરંતુ વિદ્યાદેવીના પ્રભાવ આગળ શો સામનો કરી શકે ? તો માણસ પોતાના બળનું ગુમાન રાખીને ફરે એનો શો અર્થ ? અહીં મુંઝવણનો પાર નથી, કેમકે સવારે અનર્થ ભયંકર દેખાય છે. ત્યાં કોઈએ કહ્યું વિશલ્યા એવા શુદ્ધ બ્રહ્મચર્ય સદાચારની નિષ્ઠાવાળી છે, અને પૂર્વ ભવની વિશિષ્ટ આરાધનાવાળી છે, કે એના શરીરના નાનાજળને તેના પર છાંટવામાં આવે, તો જરાવિદ્યા પરાસ્ત થઈ ભાગી જશે ! રામચંદ્રજીને આશ્ચર્ય સાથે વિશલ્યા માટે માન ઊપજયું, અને દિલને ઘણી રાહતનો અનુભવ થયો. તરત વિદ્યાધરોને મોકલવામાં આવ્યા, અને એ વિશલ્યાના પિતાને હકીકત કહી એમની રજા લઈ મહાસતીને અહીં લઈ આવ્યા, ને એના સ્નાન-જળને તેના પર છાંટતાં સેના તરત જ સચેતન થઈને યુદ્ધભૂમિ પર શસ્ત્રો સાથે ખડી થઈ ગઈ !! વિશલ્યાનો ત્યાં અભુત પ્રભાવ પ્રસરી રહ્યો. આ હિસાબે વિચારો આવી પ્રભાવવંતી અને શીલ સદાચારના ઊંચા ભાવવાળી વિશલ્યા કેમ આપઘાત માટે ફાંસો ખાવા તરફ જંગલમાં ગઈ ? શુદ્ધ ભાવવાળી છતાં સંસારસુખની વાસનાથી એ મુક્ત નહોતી. એ બતાવે છે કે, સંસારસુખની વાસનાથી મુક્ત થવું એ સહેલું નથી. માટે, સંસારવાસનાથી જે મુક્ત થાય છે એ મુનિઓને ધન્ય છે. એમના પર જિનશાસનની એવી પ્રભા પડેલી હોય છે કે એમના હૈયાને સંસાર ચેષ્ટાઓ નરી પાશવી જનાવરની ચેષ્ટા, પાગલની ચેષ્ટા લાગે છે, એનાથી મહાપવિત્ર માનવભવ અભડાઈ જતો દેખાય છે, કલુષિત-કલંકિત થતો ભાસે છે ! એથી એમને શરમ લાગે છે કે હાય ! આવા ઊંચા માનવભવે આ હલકટ-કૃત્ય ! તેથી જ મુનિપણું પાળતાં નિરંતર પવિત્ર પરમાત્માનાં સ્વરૂપ તથા આત્માના વિશુદ્ધ જ્ઞાનમય સ્વરૂપને વિચારતા રહે છે, વિશુદ્ધ જ્ઞાતૃ-દષ્ટ્રભાવમાં રમતા રહે છે. 17) - તરંગવતી