________________ સંભારણાં પ્રભુ ! ખોટાં છે, વળતું કાંઈ નથી, ખોટાં કર્મબંધન થાય છે. એટલે હવે મારે તમારું જ શરણ છે, તુમે જિમ જાણો તિમ કરોજી, હું નવિ જાણું રે કાંઈ દ્રવ્ય ભાવ સવિ રોગનાજી, જાણો સર્વ ઉપાય.કૃપાનિધિ. હું એક જાણું તાહરુજી, નામ માત્ર નિરધાર; (નમન માત્ર નિરધાર) આલંબન મેં તે કર્યું છે તેથી લહું ભવપાર...કૃપાનિધિ.” “પ્રભુ ! મારી મુશીબતીઓમાં મને સમજ નથી પડતી કે મારે શું કરવું? એ બધા મારા આત્માના રોગ છે. એ બધા દ્રવ્યરોગ ભાવરોગો મિટાડવાના સર્વ ઉપાય તમે જાણો છો. એ ઉપાયોની મને ખબર નથી. હું તો ઉપાય ગણો કે જે ગણો તે, એક માત્ર તારું નામ હું જાણું છું તારું માત્ર નમન જાણું છું. અને પ્રભુ ! બધી મુશીબતોની કે ઇચ્છિતોની ચિંતાનો ને આર્તધ્યાનનો ભાર મારા માથે ન રાખતાં સુખશાન્તિ માટે એકમાત્ર તારા નામનો અને નમન વંદનનો આધાર મેં રાખ્યો છે. એથી બધી જ ચિંતાઓને પાર કરી જઈશ, એવો મને વિશ્વાસ છે.” આમ, પ્રભુની સાથે અંતરમાં મળવાનું થાય, અને પ્રભુને આપણી પ્રાર્થના અરજી સંભળાવવાનું થાય. આવી અરજીનો મોટો પ્રભાવ પડે છે; કેમકે અરિહંત પ્રભુની અચિંત્ય શક્તિ છે. પંચસૂત્ર શાસ્ત્ર કહે છે “અચિંતસત્તિજુત્તા હિ તે મહાણુભાવા ભગવંતો વીયરાગા સવણું' અર્થાત્ તે વીતરાગ સર્વજ્ઞ ભગવંતો અચિંત્ય શક્તિવાળા છે. અચિંત્યશક્તિ એટલે કે એમના શરણે જવાથી એને આપણો બધો કેસ સોંપી દેવાથી અચિંત્ય એટલે કે આપણી કલ્પના બહારની સિદ્ધિઓ કરી આપવાની એ શક્તિ ધરાવે છે. પ્રભુની આ અચિંત્ય શક્તિ પર અથાગ શ્રદ્ધા જોઈએ. અંતરમાં પ્રભુ આગળ રજુઆત કરીએ કે “હે વીતરાગ સર્વજ્ઞ પ્રભુ ! તમે અચિંત્ય શક્તિના માલિક છો, મને પૂરો વિશ્વાસ છે કે તમારી એ શક્તિના પ્રભાવે મારાં કાર્ય સિદ્ધ થવાના જ છે, મારી મુશ્કેલીઓ મટી જ જવાની છે મારે માત્ર તમારું એક શરણ છે.” આવી આવી અંતરમાં પ્રભુને વિનંતી કરી શકીએ, આત્માની વેદના કહી શકીએ; 186 - તરંગવતી