________________ માટે 6-7 કલાક પહેલાંથી પહેરાવેલાં ફૂલ-હાર કરમાઈ ગયા છે. (2) આંખો પલકારા લે છે; અને (3) જમીનને ચોંટીને ઊભા છે. રોહિણિયો સાવધાન થઈ ગયો કે નક્કી અભયકુમારે મારા મોઢે ચોરીઓ કર્યાનું કબૂલ કરાવવા આ પેતરો રચેલો છે. પરંતુ એ જો બુદ્ધિનિધાન છે તો હું હવે મહાવીર પ્રભુની ઓળખ થયા પછી બુદ્ધિનો મહાસાગર છું. તો અભયકુમારને બતાવી આપું કે એનો પેતરાનો પત્તાનો મહેલ કેવો વેરવિખેર થઈ જાય છે ! દેવીઓને રોહિણીઓ કહે “ઓહો ! સુકૃતોનું શું પૂછવાનું ? પૂર્વ જનમાં કેટલા બધા જિનમંદિરો બંધાવ્યા ! કેટલી ધર્મશાળાઓ દાનશાળાઓ બંધાવી ! તીર્થયાત્રાના સંઘ કાઢ્યા ! ત્યાગ તપસ્યા કરી ! વગેરે વગેરે... દેવીઓ કહે બરાબર, આ સિવાય બીજું કાંઈ ? રોહિણીઓ કહે એટલે તમારે શું એમ માનવું છે કે પૂર્વે પાપો કર્યા તેથી આ દેવલોકમાં અવતાર મળ્યો ? ભગવાન ભગવાન કરો. પૂર્વ જનમમાં એમ કાંઈ પાપો કર્યો અહીં અવાય ? પૂર્વે મેં હિંસા જૂઠ ચોરી વગેરે વગેરે એક પણ પાપ કર્યું નથી. બસ, ખાનગી માણસોએ નીચે જઈને અભયકુમારને ખબર આપી કે એ તો આમ કહે છે. એટલે અભયકુમારે શ્રેણિક રાજાને કહ્યું મહારાજા ! આ ચોરીની કશી કબૂલાત કરતો નથી. તમે એણે ચોરી કર્યાના કોઈ માલમુદ્દા પકડ્યા નથી, એટલે ન્યાયી રાજ્યમાં ગુનો પુરવાર થયા વિના સજા કરાય નહીં. માટે આપને વિનંતિ છે કે આને છોડાવી મૂકો.' રોહિણિયાની પ્રભુને વિનંતિ : બસ, રોહિણીઓ ત્યાંથી છૂટીને સીધો સીધો મહાવીર ભગવાન પાસે દોડી ગયો. જઈને ભગવાનના પગમાં પડી ગયો, કહે છે, “ઓ મારા ભગવાન ! મારો બાપ જરાય મારે વિશ્વાસ કરવા યોગ્ય નહિ એવો અનાડી, એણે એના અંત સમયે મને પ્રતિજ્ઞા કરાવેલી કે મારે વર્ધમાનની કલ્યાણ વાણી સાંભળવાથી જિંદગીભર દૂર રહેવાનું. પરંતુ એ કાંટો કાઢવામાં આપના 3 વચન પરાણે સંભળાઈ ગયા, અને એણે કેટલો ગજબ ચમત્કાર કર્યો કે એના આધારે શ્રેણિક રાજાની પકડમાંથી નિર્દોષ તરીકે જીવતો છૂટ્યો ! બાપલિયા ! જો આ વચન ન મળ્યા હોત, તો જીવનભરનાં અઠંગ ચોર ગુનેગાર તરીકે પકડાઈ ગયો હોત, ને પછી તો રાજા મને હડકાયા કૂતરાના મોતે માત ! આપે આપના માત્ર ત્રણ વચનોથી મને અભયદાન આપ્યું, તો જીવનભર કર્મ ! તારી ગતિ ન્યારી 203