________________ સામે વિકરાળ મોં ખુલ્લું રાખી ઘુરકિયાં કરતા અર્ધ ગોળાકારે આંટા લે છે ! ઉંદરને લાગે છે કે જાણે હમણાં જ એ બધા બચકાં ભરી લેશે ! ભયાનક આંખોથી ઘુરકિયાં સાથે ચિસિયારી મચાવી મૂકે છે. બોલો, આમાં બિલાડી અને એનાં બચ્ચાં ઉંદરને હજી અડતાં નથી, છતાં ઉંદરના હૈયે ત્રાસ કેટલો ? પૂજામાં બોલો છો ને, તિહાં રાત્રિભોજન કરતાં થકાં રે લો, માંજાર ઘુવડ અવતારજો'' રાત્રિભોજન ટેસથી કરતાં કરતાં ઉંદરનું આયુષ્ય જો બંધાઈ ગયું અને મરીને ઉંદર થવું પડ્યું, તો કદાચ બિલાડીની ઝડપમાં આવી ગયા પછી એ ત્રાસની પૂર્વે કહી તેવી દશા આવતાં જીવનું શું થશે ? “અમારે એવી કોઈ દુર્ગતિનો અવતાર થવાનો નહિ” એવું અભિમાન રાખવા જેવું નથી. મરુભૂતિ ક્યાં જનમ્યા ? : ખુદ પાર્શ્વનાથ ભગવાનનો જીવ પહેલા ભવમાં મરુભૂતિ મહાન શ્રાવક, તે એ ભવમાં ભાઈ કમઠે ખોપરી પર ઠોકેલી શિલાથી મર્યો, અને ઉપરાંત વિંધ્યાચળની અટવીમાં હાથણીના પેટમાં તિર્યંચ હાથીનો અવતાર પામ્યો હતો ! જયાં એને અલબત પૂર્વ ભવમાં રાજા અરવિંદમહર્ષિ પાસેથી જંગલમાં ‘બુઝ બુજઝ, મરભૂઈ !' નો લલકાર મળતાં જાતિસ્મરણજ્ઞાન થયું અને મહર્ષિ તરફથી શ્રાવકના વ્રતનો ધર્મ મળ્યો, પરંતુ અંતકાળ કેવો આવ્યો ? એકવાર ઉનાળાના દિવસોમાં ભારે તરસથી પાણી પીવા ગારામાં એના પગ ખેંચી જાય છે, તે ન આ બાજુ કે ન પેલી બાજુ ચાલી શકે ! ત્યાંથી ખસી શકતો નથી. એમાં એ જ કમઠ મરીને અહીં જળચર સર્પ થયેલો, ગંડસ્થલના મર્મસ્થાનમાં દંશ માર્યા કરી અંદરમાં પોતાનું ઝેર ઉતારે છે ! એની એવી તીવ્ર વેદનાની અગન ભોગવે છે કે જે અસહ્ય છે. બોલો, મરુભૂતિના ભવમાં જો વિશ્વાસ બેઠો હોય કે “આપણને કાંઈ શિલાના આઘાત યા સર્પના દંશની વેદના આવે નહિ અથવા આપણને કાંઈ એવો દુર્ગતિના અવતાર થવાના નહિ, તો એ વિશ્વાસ કેવા ઠગારા ? કર્મસત્તા રુઠે છે ત્યારે ભલભલાનાં પાણી ઉતારી નાખે છે. માટે જ દયાળુ જ્ઞાની ભગવંતોનો આ ઉપદેશ છે કે એવી અઘટતી ઘટના બને એ પહેલાં, સારાસારીમાં એવો ધર્મ કરી લો કે જેથી એવી દુઃખદ ઘટનામાં, વખતે પૂર્વે ધર્મ ન કર્યાનો પસ્તાવો ન થાય. કર્મ ! તારી ગતિ ન્યારી 2 13