________________ એ જમાનામાં એવું નહિ કે સારા કુળમાં પત્નીને ભય હોય કે (1) આજે તો પતિ સાથે સારાસારી છે, પણ કાલે ઊઠીને અણબનાવ થાય, અને પતિ આપણને રઝળતી કરી દે તો ? આપણી પાસે આપણી પોતાની માલ મિલકત વિના આપણે ક્યાં જઈને ઊભા રહીએ ? વળી (2) આપણી પાસે માલ હોય તો પતિ આપણને સારી રીતે બોલાવે ચલાવે. બાકી માલ વિના તો પતિની નજરમાં આપણી શી કિંમત ? પતિની ઓશિયાળી થઈને રહેવું પડે. (3) જયારે કહેવાય છે કે “વસુ વિનાનો નર પશુ,” તો પછી વસુ વિનાની નારીની તો બિચારીની ઢોર જેટલી જ કિંમત રહે. પુરુષ ફાવે તેમ ઉઠાડે ને ફાવે તેમ બેસાડે. ધણી પાસે પશુનું ન ઊપજે એમ પુરુષ પાસે માલ મિલકત વિનાની પત્નીનું કશું ન ઊપજે. માટે આપણી પાસે આપણી પોતાની મિલકત તો હોવી જ જોઈએ.” આ આધુનિક યુગની નારીની વિચારણા છે. પૂર્વની કુલીન નારીની આ વિચારણા નહિ; કેમકે પૂર્વની કુલીનતા આ શીખવતી કે, સ્ત્રીએ પતિમાં દૂધમાં પાણી ભળી જાય એમ ભળી જવાનું. પછી પોતાની કોઈ સ્વતંત્ર વિચારણા નહિ, પોતાનો કોઈ સ્વતંત્ર સિદ્ધાન્ત નહિ, સ્વતંત્ર ઇચ્છાઓ નહિ; વિચારણા, સિદ્ધાન્ત ઇચ્છાઓ...બધુ જ જે પતિનું એજ પોતાનું પતિ સાથે જીવન ગાળવું છે તે પતિને પોતાના ઈષ્ટદેવ તરીકે માનીને ગાળવાનું. જીવનમાં કોઈ ઇષ્ટદેવ પૂજય તરીકે મળ્યા પછી એ ક્યાં જોવાય છે કે એમનો સ્વભાવ તેજ, એમની આજ્ઞા બહુ કડક. એમને દેવ કર્યા પછી શી રીતે સદા સરખાઈ આવે ?" ના, આવું કાંઈ જોવાતું નથી. એમ નારીએ માથે પતિ ધર્યા પછી પતિ સાથે હંમેશાં સરખાઈ આવશે કે કેમ એ શંકા જ નહિ કરવાની. તરંગવતીને પહ્મદેવ કહે છે, મેં સારું ઝવેરાત લીધું છે એટલે હવે તારા દાગીના ન આવે તો ય કાંઈ ખૂટે એવું નથી. ચિંતા ન કરીશ, અને તરંગવતીએ કાંઈ પોતાની જુદી મિલક્ત રાખવા પોતાના દાગીના નહોતા મંગાવ્યા. એ તો પદ્મદેવના બાપ નાના શેઠ એટલે પાદેવ કદાચ મોટા પ્રમાણમાં ઝવેરાત ન લાવી શકે, તો તરંગવતીના બાપ મોટા શ્રીમંત તેથી પોતાની પાસે સારા પ્રમાણમાં ઝવેરાત, તે કામ લાગે; તેથી એણે દાસી પાસે પોતાના દાગીના મંગાવેલા. પરંતુ હવે જ્યારે પદ્મદેવ ખુલાસો કરે છે કે મારી પાસે પૂરતું ઝવેરાત છે, તેથી ખૂટવાની ચિંતા કરવાની રહેતી નથી.' એટલે 196 - તરંગવતી