________________ લાવવો હોય ત્યાં દુઃખ દેખાય છે. ધર્મનો પક્ષપાત અને પાપમાં નીરસતા હોય તો ધર્મસેવન અને પાપત્યાગ હોંશે કરાય. પધદેવ અને તરંગવતી હવે દોડે છે બહાર સુખના લહાવા લેવા ! પાછું એમાં ઝવેરાત સાથે લઈને જવું છે. ઝવેરાતમાં સુખ ? કે ઉપદ્રવ ? પમદેવ પોતાનું ઝવેરાત લેવા મકાનમાં ગયો, અને અહીં તરંગવતીએ દાસીને કહ્યું, જા તું મારો રત્નનો ડાબડો લઈ આવ, એમ કહી દાસીને લેવા મોકલી, પધદેવ પોતાનું ઝવેરાત લઈને ઝટ આવી ગયો, અને તરંગવતીને કહે છે, ચાલ હવે આપણે નીકળી જઈએ.” ત્યાં તરંગવતી કહે છે, જરાક ખમો, દાસીને મેં મારા આભૂષણ લેવા મોકલી છે, તે લઈને આવતી હશે. એટલે આપણે એ લાવે એટલે એ લઈને જઈએ.” પધદેવની અનુભવવાણી : પમદેવ કહે, “હવે જરાય રાહ જોવા જેવી નથી, કેમકે હજી જયાં સુધી આપણા બંનેની પિતાજીને ખબર નથી એટલામાં નીકળી જવું સલામત છે. વળી દાસીનો ભરોસો નહિ કે એના પેટમાં આ વાત કેટલી ટકે ? અર્થશાસ્ત્રમાં તો કહ્યું છે. ટૂર્ણ પરિમવ તૂરું, ન ઋગ્નસ્ય સિદ્ધિ%ી મંતો " –અર્થાત દૂતી તો ઉન્નતિની દૂતી નહિ, પણ અવગતિની દૂતી છે. એથી કાંઈ કાર્ય સિદ્ધિ નિયમા થાય એવું નહિ; કેમકે એનાથી જ ગુપ્ત રહસ્ય પ્રગટ થઈ જવા સંભવ છે. દૂતીનું પેટ કેટલું ? કોઈ લાલચ મળે તો આપણી વાત બહાર પાડી દે, અથવા એની હિંમત કેટલી ? કોઈએ જો એને ધમધમાવી કે ક્યાં ચાલી ? બોલ, નહિતર તારું મોત સમજજે, તો ય ઝટ ગુપ્તભેદ બહાર કહી દે. એટલે આપણો ભેદ બહાર પ્રગટ થઈ જાય, તો જવામાં વિઘ્ન આવવા મોટો સંભવ ! ને આપણું ગમન બંધ થઈ જાય. ત્યાં ઝવેરાત સાથે લીધું કે રહી ગયું એની શી કિંમત છે ? અને મેં મારા બધા કિંમતી દાગીના સાથે લઈ લીધા છે, એટલે કશી ચિંતા કરવાને કારણ નથી. પરદેશ જઈને આનાથી મોટો ધંધો ચલાવી શકાય એમ છે. માટે હવે દાસીની રાહ જોયા વિના ઝટપટ નીકળી જઈએ.” આધુનિક નારીની વિચારણા : તરંગવતી બાઈ માણસ છે એટલે સહેજે દાગીનાનો મોહ હોય. તેમ, કર્મ ! તારી ગતિ ન્યારી 195