________________ તરંગવતીનું મન નિશ્ચિત થઈ ગયું, ખાસ કારણ તો પદ્મદેવે એ કહ્યું કે દાસીને દૂતી બનાવી, પરંતુ કર્મસંજોગે દૂતી આપણા આ એકાએક ભાગી જવાનું ગુપ્ત રહસ્ય કોઈને કહી દે, તો ગુપ્ત ગમનમાં મોટો અંતરાય આવી પડે, અને પ્રત્યક્ષમાં બીજાની મશ્કરી જોવાની આવે. 14. પદ્મદેવ-તરંગવતીનું ગુપ્ત પ્રયાણ. બસ, દાસીની રાહ જોવાની માંડી વાળી, બંને જણ ત્યાંથી તરત જ નીકળી જઈ, નગરની બહાર પહોંચ્યા. રસ્તો કોઈ રાજમાર્ગ લેવો નહોતો; કેમકે ખાતરી હતી કે બંને ઘરે ખબર પડે એટલી જ વાર ! તરત જ “બંને જણ ભાગી ગયા છે, તો “ઘોડેસવારો દોડાવો”ના વિચાર પર ગામ ગામના રસ્તાઓ પર ઘોડા દોડે. એમાંથી બચવા આમણે તદન જંગલનો જ રસ્તો લીધો, અને ચાલતાં ચાલતાં યમુના નદીના કિનારે પહોંચી ગયા. ક્યાં પિતાના ઘરે તરંગવતી બહાર નીકળી ત્યારે મ્યાન-પાલખી-રથમાં બેસીને જનારી ? અને ક્યાં અત્યારે દૂર દૂર પગે ચાલતી જનારી ? પરંતુ પાલખીમાં જતાં કદાચ એટલો આનંદ નહિ હોય તે અત્યારે પગે ચાલી કાઢતાં અનહદ આનંદ છે. કેમ વાર? કહો, જીવનમાં જેની અતિશય ઝંખના ઊભી કરી છે, એ પોતાનો પૂર્વ ભવનો પ્રિયતમ સાથે છે, ને એની સાથે જીવનભરના સંબંધ સાધવા ચાલી નીકળેલ છે માટે. બંને જણ યમુના નદીના કાંઠે પહોંચ્યા, ત્યાં એક નાવડી ભાડે કરી લે છે, અને એમાં બેસી જાય છે. અપશુકનના દેખાવ : હવે નાવડી જ્યાં હંકારવાનું થાય છે, ત્યાં જમણી બાજુ શિયાળનો રોવાનો અવાજ આવે છે, આ અપશુકનિઓ અવાજ છે. પદ્મદેવ જરા ખચકાય છે, એ તરંગવતીને કહે છે, શિયાળના અવાજનાં ફળ :वामा खेमा, धायंति दाहिणा मग्गओ नियत्तंति / वहबंधणं च पुरओ दिति सियाला अणुसरंता // શિયાળ (1) ડાબી બાજુ અવાજ કરે, તો ક્ષેમ કલ્યાણ માટે થાય; ને (2) જમણી બાજુ અવાજ કરે તો મારપીટનું કષ્ટ લાવે, (3) પાછળના ભાગમાં રૂએ તો નિયંત્રણ લાવે; અને (4) જો આગળના ભાગમાં રૂએ તો વધ-બંધન લાવે. આ હિસાબે અત્યારે જમણી બાજુનું શિયાળરૂદન લાભકારી કર્મ ! તારી ગતિ ન્યારી 197