________________ તમોએ બતાવેલ પર્વ તિથિએ યથેચ્છ ખાવાનું છોડી તપ કરીશ ! કહે છે ને, | ‘ભગવાન તેરે નામ પર' દેવ-ગુરુ-સંઘની ભક્તિમાં નાણું ન છૂટતું હોય, સીદાતા સાધર્મિકનો ઉદ્ધાર કરવા પૈસા ખરચતાં સંકોચ થતો હોય, ત્યારે આ વિચાર આવવો જોઈએ,- “પ્રભુ ! તમારા પરના અતિપ્રેમની ખાતર મારે આ ત્યાગ કરવાનો; આજે આ તપ કરવાનો.' વાત એ છે કે પ્રભુ પર એવો પ્રીતિરંગ જામી પડ્યો હોવો જોઈએ, અથવા એવો પ્રીતિરંગ જોડવો હોય. ધરણશાહ પોરવાળે નલિની ગુલ્મવિમાનના સ્વપ્નથી પ્રભુના પ્રેમની ખાતર 99 ક્રોડ રૂપિયાના ખર્ચે એ વિમાન જેવું રાણકપુરનું મંદિર બંધાવી દીધું ! શાલિભદ્રમહામુનિએ મહાવીર પ્રભુના પ્રેમની ખાતર માસખમણો સુધીની ઘોર તપસ્યાઓ આદરી ! ગોરી ગુલાબી લષ્ટ પુષ્ટ કાયાને કાળી હાડપિંજર શી કરી નાખી ! | વિજય-વિજયાએ એકેકને અનુક્રમે કૃષ્ણ પક્ષના અને શુક્લ પક્ષના બ્રહ્મચર્યના, પરણ્યા પહેલાં લીધેલાં નિયમ, તે કેમ પાળવા ? “પ્રભુ ! તમારા પ્રેમની ખાતર અમારે બંનેને નિયમ બરાબર પાળવા માટે હવેથી જીવનભરના બ્રહ્મચર્યનો નિયમ.” જો પ્રભુ પર અથાગ રાગ છે તો એની પાછળ ઇષ્ટનો ભોગ આપવો જોઈએ. તરંગવતી પધદેવ પરના પ્રેમની પાછળ એની સાથે અહીંથી ચાલી જવું છે. એ ચાલી જવામાં પછી ગમે તેટલા કષ્ટ વેઠવાનાં આવે, તો તે વેઠવાની તૈયારી બતાવે છે. એ વખતે પદ્મદેવ કહે છે, રહો, હું રસ્તાની ખરી માટે મારી ઝવેરાતની પેટી લઈ આવું. એમ કહીને એ હવેલીની અંદર પેટી લેવા ગયો. તરંગવતી દાસીને કહે “જો તું પણ ઘરે જઈ મારો ઝવેરાતનો ડબો લઈ આવ !' દાસી ઉપડી ઘરે, બંનેને ખબર નથી કે આ ઝવેરાત રસ્તામાં ઉપયોગી સહાયક થશે કે ઉપદ્રવકારી થશે ? તમે કહેશો. પ્ર.- એમ તો સંસાર વ્યવહારમાં બેઠા દેશાન્તર જવું હોય તો પૈસા તો સાથે લેવા જ પડે ને ? ઉ.- ભલે લેવા પડતા હોય પરંતુ એના પર ઉપદ્રવનો સંભવ ખરો કે નહિ ? વધારે પૈસા હોય તો એના જ લીધે કોઈકવાર જાન પણ જાય ને ? એવા ઉપદ્રવ સંભવિત છે, છતાં પૈસાને કેવી નજરથી જુઓ છો ? પૈસા સુખકારી કે ઉપદ્રવકારી ? જીવની આ મૂઢ દશા છે કે પૈસા લાવવા હોય ત્યાં દુઃખ નહિ, ને ધર્મ - તરંગવતી 194