________________ ન રહે, એ માટે પોતાના અત્યંત વહાલા માતાપિતા અને પિતાના ઘરની સુખ સગવડ-સન્માન છોડી જવા તૈયાર, તેમજ ઘરે વાત ભેગા વાહનમાં જ બહાર જવાની અનુકૂળતા છોડી પ્રિય સાથે ચાલી નીકળવા તૈયાર થઈ ગઈ છે ! અવંતીસુકુમાળે કેમ એકાએક બધું છોડી દીધું ? : અવંતીસુકુમાલને પૂર્વ જન્મ યાદ આવી નલિનીગુલ્મવિમાન અને એનો વસવાટ અતિ સુખદ લાગ્યા. પછી એનો તલસાટ એવો લાગ્યો કે રાત્રિના તરત મહેલની ઊંચી અટારીએથી નીચે ઊતરી નલિનીગુલ્મવિમાનના વર્ણનનો શાસ્ત્ર સ્વાધ્યાય કરતા આચાર્ય ભગવંત શ્રી આર્યસુહસ્તિ મહારાજ પાસે જઈ પૂછે છે “ભગવન ! આ વિમાનમાંથી આયુષ્ય ક્ષયે હું અહીં આવેલો છું. ત્યાંના સુખ અને સામગ્રી જોતાં અત્રેનું બધું મનોરમ, પુષ્પો ફળો આદિના ઉદ્યાનની સામે ગંદવાડાભર્યા ઉકરડા જેવું લાગે છે. માટે હવે જલદી મારે ત્યાં પાછું જવું છે. તો શી રીતે જવાય ? એનો ઉપાય બતાવો.” આચાર્ય મહારાજ કહે, “સંયમથી સુખ પામીએ, સ્વર્ગ મોક્ષના શ્રીકાર, કુંવરજી !' ત્યારે અવંતીસુકમાળ કહે, “તો પ્રભુ ! મને સંયમ આપો. હું માતાજીને કહીને હમણાં જ આવું છું. કુમારે ઉપર જઈ સંયમની રજા માંગી ત્યાં માતા અને 32 પત્નીઓ બેફાટ રુદન કરે છે. કુમારે એ બધાને સંસારની અસારતા, માનવ જનમની એક માત્ર ઉદ્દેશ સંયમ-સાધના આદિ અંગે સમજાવવા છતાં માતા કહે છે, “અહીં કોઈ તને સંયમની રજા આપનાર નથી.” હવે શું કરે અવંતીસુકુમાલ? હશે ત્યારે, હવે બેસો ઘેર, એમ ? ના, અંતરમાં સંયમનો તલસાટ છે, તેથી પોતે અંદરના ઓરડામાં ગયો અને જાતે પોતે જ કેશલૂચન કરી લઈ સાધુવેશ સજી લીધો ! અને પછી ઓરડાની બહાર નીકળે છે ! ત્યારે માતા અને પત્નીઓ સ્તબ્ધ થઈ જાય છે. અવંતીસુકમાલનું એકદમ જ આ પગલું ? કહો, જેને જેનો ઉત્કટ તલસાટ લાગ્યો પછી એની ખાતર જે અતિ-પ્રિય પણ છોડવું પડે એ છોડવાની તૈયારી હોય જ છે. પરમાત્મા સાથે ઉત્કટ પ્રીત પરમાત્મા ખાતર અતિપ્રિયનો પણ ત્યાગ કરાવે છે. કેમકે ખબર છે કે પરમાત્મા સાથે એવી ઉત્કટ પ્રીત કરવા માટે શ્રેષ્ઠ એકમાત્ર મનુષ્ય ભવ છે. એટલા જ માટે અષ્ટમી ચતુર્દશી જેવી પર્વ તિથિએ તપ કરવામાં મન અચકાતું હોય ત્યારે આ વિચાર જોમ આપે છે “પ્રભુ ! તમારા પ્રેમની ખાતર કર્મ ! તારી ગતિ ન્યારી 193