________________ સમજનારે એના પર જરાય વૈષ-અરુચિ ન કરાય માત્ર ભાવકરુણા જ વિચારવાની. સમરાદિત્યના જીવની કેટલી બધી ઊંચી તત્ત્વદષ્ટિ છે ! ઊંચી તત્ત્વદૃષ્ટિ લાવવી હોય તો ગમે તેવા વિરોધી કે અયોગ્ય જીવો માટે પણ આટલું જ વિચારવાનું કે, “વિવિત્તા ઘનુ મ્ પરિપા' ' અર્થાત્ ખરેખર જીવોની કર્મપરિણતિ ચિત્રવિચિત્ર છે, તેથી એનાં ચિત્રવિચિત્ર સર્જન દેખાય. કર્મપરિણતિને પરવશ પડેલો સંસારી જીવ બિચારો ત્યાં શું કરે ? આમ વિચારવામાં કર્મ દોષિત દેખાય, અને જીવ નિર્દોષ દેખાય ! તેથી ગુસ્સો કર્મ પર આવે, પણ જીવ પર ગુસ્સો ન આવે. આમ જો વિચિત્ર કર્મપરિણતિ ને તત્ત્વ પર શ્રદ્ધા હોય તો પછી પ્રશ્ન માત્રથી કેમ આપઘાતનું વિચારે? કેમકે તે જીવની મોહનીય કર્મની વિચિત્ર પરિણતિ જ એવી કે એવા અસમંજસ અનુચિતભાવ મનમાં લાવી મૂકે. રામાયણમાં આવે છે ને કે વનવાસ દરમ્યાન લક્ષ્મણજી એક નગરની બહાર જંગલમાં પહોંચે છે ત્યાં રાજકુમારી વિશલ્યા ઝાડે ફાંસો ખાઈ રહી હતી ! લક્ષ્મણજીએ દૂથી એ દેખતાં ઝટપટ ત્યાં પહોંચી ઝાડ પર ચઢી ફાંસાનો છેડો છોડી નાખી કન્યાને સાચવીને નીચે લીધી. વિશલ્યા કેમ ફાંસો ખાઈ રહી હતી ? ખૂબી કેવી થયેલી કે એ રાજકન્યા વિશલ્યાએ લક્ષ્મણજીના જ વિશિષ્ટ ગુણાનુવાદ સાંભળેલા, તેથી મન સાથે નક્કી કરેલું કે “પરણીશ તો લક્ષ્મણજીને, નહિતર જીવનભર કુંવારી રહીશ !' એણે સખીઓ દ્વારા પોતાની આ ઇચ્છા માતાને પહોંચાડેલી. માતાએ એના પિતા રાજાને વાત જણાવી. રાજાએ ખુશી થઈ રામચંદ્રજી પાસે માણસો મોકલી માગણી કરવા પ્રયત્ન કર્યો પરંતુ એમાં જાણવા મળ્યું કે રામચંદ્રજી ને લક્ષ્મણજી તો વનવાસે નીકળી ગયા છે. આ વાત વિશલ્યાના જાણવામાં આવતાં એને લાગ્યું કે હવે કાંઈ લક્ષ્મણજી મળે નહિ. એ મળવાની આશા જ નથી; તેથી ધીરજ ગુમાવી બેઠા, અને જંગલમાં આવી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. વિશલ્યાની આપઘાતની કોશીશ : ફાંસો ખાતા પહેલાં ઝાડ પર ચડી એણે મોટેથી જાહેર કર્યું કે “હે વનદેવતા ! હું મન-વચન-કાયાથી ગુણગણનિધિ લક્ષ્મણજીને પતિ તરીકે ચાહું છું, એ વનવાસે નીકળી પડ્યા હોવાથી 168 - તરંગવતી