________________ મહાન દાન સુકૃતો કરે. ત્યાગ તપસ્યાની શક્તિવાળા ધર્માત્માઓને તો હાલતાં ને ચાલતાં અનેક પ્રકારના ત્યાગ અને તપસ્યાની આરાધના ! મૂળમાં શું ? દિલમાં વસી ગયેલું કે વેપાર ધંધા ખાનપાન, સ્નેહી-કુટુંબીના વ્યવહાર...બધું ય એક પ્રકારની વિટંબણા છે. સ્વસ્થ જીવન ધર્મનું છે. પેલો પદ્મદેવ આમ તો મોહમાયાને વિટંબણારૂપ સમજનારો છે, પરંતુ અત્યારે એના મન પર મોહનો એવો હલ્લો આવ્યો છે કે એ પોતાની જાતે જ વિટંબણા ભોગવી રહ્યો છે. એ પોતાની દુ:ખદ સ્થિતિ સારસિકોને જણાવતાં કહે છે, જો સખી ! જાતિસ્મરણથી ચક્રવાકનો ભવ જોયા પછી એ ભવની ચક્રવાકી અને આ ભવની તરંગવતી પર એટલો બધો રાગ ઉભરાયો હતો કે સવારે મિત્રોને મેં કહી દીધું કે તમે જાઓ મારા માતાજીને કહી દો કે “પદ્મદેવને ઋષભસેનશેઠની કન્યા તરંગવતી પર એટલો બધો રાગ ઉભરાયો છે કે જો તમો તમારા દીકરા માટે હમણાં જ તરંગવતીની માગણી નહિ કરો, તો તમે દીકરો ગુમાવશો, એ પરલોકનો મહેમાન થઈ જશે ! એવું અમને લાગે છે.” પ્ર.- શું પૂર્વનાં ઉત્તમ કાળે પણ આવું ચાલતું હતું કે અમુક કન્યા ન પરણવા મળે તો આપઘાત કરી નાખે ? ઉ.- હા, પૂર્વનો કાળ ગમે તેટલો ઉત્તમ, પરંતુ એ ય સંસારનો કાળ તો ખરો જ ને ? એ કાળે પણ સંસારી જીવો કાંઈ મોક્ષ પામી ગયેલ નહોતા, સંસારમાં ફસાયેલા જ હતા, એટલે કર્મથી પીડિત જ હતા, ત્યારે જ્ઞાની ભગવંતો કહે છે,- સર્વકાળ માટે સંસારી જીવોની કર્મપરિણતિ વિચિત્ર હોય છે, તેથી તેવી તેવી કર્મપરિણતિવશાત્ જીવ કમેં દીધી ચિત્રવિચિત્ર વિટંબણા ભોગવે એમાં નવાઈ નથી. એટલે તો આપણને સમરાદિત્ય કેવળીના ચરિત્રમાં ઠામ ઠામ જોવા મળે છે કે દુશ્મન બનેલો અગ્નિશર્માનો જીવ ભવિતવ્યતા વશાત્ સમરાદિત્યના બીજા ભવના જીવતા સંબંધમાં આવે છે, ને દુશ્મનનું કામ કરે છે ! છતાં ત્યાં સમરાદિત્યના જીવ કે જેણે ગુણસેન રાજાના ભાવથી ધર્મની ચઢતી કળા ખીલવી છે ને જે ઉત્તરોત્તર ભવમાં વિશેષ સમતાભાવવાળા બને છે, એ આ દુમનનું કામ કરનાર અગ્નિશર્માના જીવ પ્રત્યે આટલું જ વિચારે છે, ખરેખર ! જીવોની કર્મ-પરિણતિ વિચિત્ર છે; એના લીધે બિચારા અનુચિત રાગ-દ્વેષથી પીડાય અને અનુચિત આચરે એમાં નવાઈ નથી.” તત્ત્વ કર્મ ! તારી ગતિ ન્યારી 167