________________ એવો ઊભરાઈ આવ્યો કે હવે તો મને કશું ચેન જ ન પડે. આખી રાત મેં ઊના નીસાસા નાખતા પસાર કરી. ઊંઘ તો વૈરિણી થઈ ગઈ. મને લાગ્યું કે હું અશરણ નિરાધાર બની ગયો છું, એટલે કેટલું તો મને રોવું આવી ગયું. મને લાગ્યું કે હું તરંગવતી વિના જીવી નહિ શકું.” અહીં બંનેની કરણ સ્થિતિ જોવા જેવી છે. કોણ કરાવે છે એ ? મોહનીયા કર્મ. એમાં કશું ય ડહાપણનું કામ ? ના, આત્માને કશું લાભકારી નહિ. છતાં જીવો કેમ એવું કરે છે ? સંસારના રંગ એવા છે. એટલા માટે અંગ્રેજી કવિ શેક્સપિયરે પણ કહ્યું છે, 'This world is a stage, Men and women are the actors and actresses.' આ સંસાર એક રંગભૂમિ છે; (એમાં) પુરુષો અને સ્ત્રીઓ નટ અને નટીઓ છે.” કેવુંક આધ્યાત્મિક વાક્ય ! માણસ સમજે તો દેખાય કે સંસારની બધી ખટપટ કરું છું એ બધી નટ-નટીના ખેલ ખેલવા જેવું છે. વાસ્તવિક રીતે જોઈએ તો બધી હાસ્યાસ્પદ ચેષ્ટાઓ છે. નટનટી જુદા જુદા પાર્ટ ભજવે છે, પરંતુ એની પાછળના એમના ચાલુ જીવન કેવાં ? એ જીવનને આ ખેલ ખેલામણની સાથે શો મેળ ? કશો નહિ. તો ચાલુ જીવનની અપેક્ષાએ આ ખેલ (પાત્રો ભજવવાનું એ ઢોંગ-ધતુરો જ ને ? બસ, એ રીતે આત્માની દષ્ટિએ ચાલુ સાંસારિક જીવન એ ઢોંગ ધતુરો નથી ? પૈસા કમાયા, પોતાના માન્યા, પણ પછી આયુષ્ય ટૂંકું નજીકમાં મોત સામે આવ્યું ! ડૉક્ટરો એ વખતે કશું સારું થવાની ઘસીને ના પાડતા હોય. ત્યાં પોતાના કરીને રાખેલા પૈસા કેવા દેખાય ? શું એમ ન લાગે કે આ પૈસા મારા કર્યા એ ઢોંગ ધતુરો જ થયો ? અહીં ધડો લેવાનો છે કે જીવનની બધી માયાજાળ અને એની પાછળની દોડધામ એ જો નાટકિયાનો ખેલ છે, તો એવી માયાજાળ પાછળ દીવાનાની જેમ આખો ઓતપ્રોત થઈ મારું પરભવ હિત સાધી લેવાનું કેમ ગુમાવું ? શક્ય સાધના સાધી લઉં.” આ હિસાબ પર લઘુકર્મી જીવો જીવનને વ્રત નિયમથી ભર્યું ભર્યું રાખે. ત્રિકાળ જિનભક્તિ, ઉભય/ક પ્રતિક્રમણ, જિનવાણી-શ્રવણ..વગેરે સાથેનું શ્રાવકના 12 વ્રતનું જીવન જીવે. દાનરુચિવાળા સુખી માણસો મોકે મોકે 166 - તરંગવતી