________________ કશો કામરાગ સ્પર્શે નહિ; ઊલટું એમાં ઉત્તમોત્તમ મનુષ્ય ભવની વિટંબણા થતી દેખાય. પઘદેવ પત્રમાં તરંગવતીને લખે છે કે,- “મારી હૃદયવાસિની તરંગવતીને મારી સ્મૃતિ પહોંચે, તારું આરોગ્ય સુચારું હશે, હાલ તો તારી અને મારા નેહભર્યા પરસ્પરના સ્મરણ-ચિંતનથી કુશળતા સમજવી. અહીં મારે બધું કુશળ છે. માત્ર કામદેવના બાણના પ્રહારથી ઘવાયેલ હું, તને નહિ પ્રાપ્ત કરીને, ધીરજ ધરી શકતો નથી. તારી પણ એ જ સ્થિતિ હશે; કેમકે પૂર્વ ભવના રાગ અહીં વારસામાં ઊતરીને આપણને બાળી રહેલ છે. “પરંતુ તે સુંદરાશિ ! આ જગતની સ્થિતિ જોજે. અજ્ઞાન અને મોહના અંધકારથી વ્યાપ્ત આ જગતમાં જીવો વિવિધ યોનિઓમાં જન્મ પામીને આવા ઘેલા રાગ કરી કરી પરલોકને નષ્ટ કરે છે. આપણે એવા આંધળા મોહમાં તણાવાનું નહિ, કશું અજુગતું કરી બેસવાનું નહિ માટે હે સુજ્ઞ બાળા ! હું તને પ્રાર્થના કરું છું કે આપણે પરસ્પર રૂબરૂ મળીએ નહીં ત્યાંસુધી, તારે ધીરજ ધરી કાળ પસાર કરવાનો, તારી ખાતર થઈને હું મિત્રો સગા-સ્નેહીઓ દ્વારા તારા પિતાજીને રાજી કરવા, સમંત કરવા જોરદાર પ્રયત્ન કરું છું. ત્યાંસુધી થોડો કાળ વિલંબ થશે. એટલી તું રાહ જોજે. બસ, આટલી આ તારા દાસની વિનંતી છે.” આ પત્રમાં પદ્મદેવનું કેટલું બધું ડહાપણ તરવરે છે ! તરંગવતી વિલંબ થવામાં ફોગટ રોઈ ન મરે કે આત્મહત્યા જેવું કાંક અજુગતું કરી ન બેસે, એની શિખામણ આપે છે. પરંતુ વિધિની વક્રતા જુઓ કેવી છે ! તરંગવતી પત્રનો ભાવાર્થ એવો તારવે છે કે “પ્રિયને મારા પર એટલી બધી પ્રેમની લગન નથી. નહિતર જો ભારે લગન હોત તો એક ક્ષણ પણ વિલંબની વાત ન કરત.” આવું પત્ર પરથી સમજી તરંગવતી ખિન્ન થાય છે. આશય નહિ સમજવાના અનર્થ. પ્રિયના હાર્દિક આશયને નહિ સમજવાના કારણે પ્રિયનો પ્રેમ અને શાણપણ ભર્યો પણ વ્યવહાર અને દુ:ખરૂપ બને છે. પોતાના મનથી પોતે જ અઘટતું વિચારી જાતે જ દુ:ખ ઊભું કરે છે ! આ સંસારની કેવીક વિચિત્રતા છે ! માણસને કર્મ કે બીજા કોઈ દુઃખ આપે એના કરતાં વધુ દુઃખ પોતે પોતાની અસત્ કલ્પનાથી ઊભા કરે છે. કર્મ ! તારી ગતિ ન્યારી 1 79