________________ સ્થૂલભદ્રસ્વામિએ આવી જ કોઈક શુદ્ધ આત્મસ્વરૂપની રમણતા જીવંત જાગ્રત રાખી હશે, તો જ વેશ્યાના ગીત-નૃત્ય-હાવભાવની સામે અણનમ અવિકૃત પત્થર જેવા થઈને બેઠા હશે ને ? ત્યારે તો કોશાવેશ્યાના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા ! સંસારવાસની વાસનાને હજી સમૂળ નષ્ટ નથી કરી, ત્યાંસુધી પોતાની આંતરિક સ્થિતિ એટલી પરવસ્તુને પરવશ રહે છે. વિશલ્યા એટલે જ લક્ષ્મણજીમાં લોભાઈ હતી. પરંતુ એમને છોડીને પરપુરુષમાત્રની તરફ અનાસક્ત હતી, કહો મહાશીલવંતી હતી, એટલે એનું સ્નાન-જળ આવું પ્રભાવવંતું બન્યું કે દેવી જરા વિદ્યાને એણે હટાવી દીધી ! પરંતુ લક્ષ્મણજીને પતિ કરવા અંગે એ પરવશ મોહવશ હતી, તેથી એ ન મળે તો આત્મહત્યા સુધીના વિચારમાં ચડી ગયેલી ! અસ્તુ. અહીં પધ્ધદેવ મહાન સગુણી અને શીલવાન મર્યાદાવાન યુવાન છે. પૂર્વ ભવની પ્રિયા અહીં તરંગવતી બનેલી જાણી તો એવી જ કોઈક પરવશતાથી એને મેળવવા મોહાસક્ત બની ગયો છે. એ તરંગવતીની સખી સારસિકાને કહે છે - મેં મિત્રો દ્વારા માતાને તરંગવતીનું માંગુ કરવા સૂચવ્યું, અને માતાએ મારા પિતાને વાત કરતાં પિતાજીનો મારા પર અત્યંત પ્રેમ હોવાથી માંગ કરવાનું મંજૂર કર્યું. મંજૂર કરીને પોતાના નિકટના સ્નેહી વર્ગ સાથે તરંગવતીના પિતા ઋષભસેન શેઠ પાસે જઈ માગણી કરી. પરંતુ ઋષભસેન શેઠે તરંગવતી આપવાનો ઇનકાર કર્યો, પિતાજી પાછા આવ્યા, અને મને એની જાણ થતાં મારા ખેદનો પાર રહ્યો નહિ; હું ભારે ઉદાસ બની ગયો. માતાપિતાએ મારી ભારે ઉદાસ સ્થિતિ જોઈને મને સમજાવતાં આશ્વાસન આપ્યું કે વત્સ ! તું જરાય ચિંતા ન કરીશ. આ તો બધા કર્મના હિસાબ છે. આપણા કર્મ એવા અનુકૂળ ન હોય તો ધારી વસ્તુ ન મળે, ન બને, તેથી કઈ આપણે ખેદ કરવાનો ન હોય. એક નહિ તો બીજી સારી કન્યા; જગતમાં સારી કન્યા એક જ થોડી છે? અનેક કન્યાઓ દુનિયામાં હોય છે. તું જરાય ચિંતા સંતાપ ન કરીશ; આપણે તરંગવતી સિવાય તું ઇચ્છે તે બીજી સારામાં સારી કન્યા તને પરણાવશું.” “ચેટી ! માતાપિતા ખૂબ પ્રેમભરી લાગણીથી મને આ આશ્વાસન આપી કર્મ ! તારી ગતિ ન્યારી 171