________________ દઢપ્રહારીને ગળે વાત ઊતરી ગઈ, ત્યાં જ ચારિત્ર લઈ ઘોર અભિગ્રહ કર્યો કે આ જ નગરના ચાર પૈકી એકેક દરવાજા બહાર 1-1 માસ કાયોત્સર્ગ ધ્યાને રહેવું, અને જે દિવસે પેલું ચાર હત્યાનું ઘોરપાપ યાદ આવે તે દિવસે ઉપવાસ કરવો.' બસ, કેમ આવો ઘોર અભિગ્રહ ? : એ પ્રમાણે ધ્યાનમાં રહેવા લાગ્યા છ મહિનાના ઉપવાસ ખેંચ્યા ! કેમકે રોજ સવારે લોક નગરની બહાર ઝાડે ફરવા જાય ત્યારે આને ધબ્બો ધોલ ધપાટ કરતા જાય ને બોલતા જાય “જુઓ આ પાપિયા પેલા બ્રાહ્મણ કુટુંબનો હત્યારો !' આમ ધોલ ધપાટા સહિત ગાળો, ત્રાસ, અપમાન, તિરસ્કાર સહતાં 6 મહિના કાઢ્યા ! શું બગડી ગયું ? દઢપ્રહારી અનંત સંસાર તરી ગયા ! આ ક્યારે બન્યું ? જીવતા રહ્યા તો બન્યું. અલબત આરાધના કર્યા પછી મર્યા, પણ મરતા પહેલાં પાપોને મારી મર્યા. આ હિસાબ છે, “પાપોને માર્યા વિના મરે તે પરભવે બેહાલ થાય, પાપોને મારીને મરે તે પરભવે ન્યાલ થઈ જાય.” પેલો પડાદેવ તરંગવતીની સખીને કહી રહ્યો છે,- “માતાપિતાએ બીજી સારી કન્યા પરણવાનું આશ્વાસન આપી તરંગવતીની ઇચ્છા પડતી મૂકવાનું કહ્યું, ને તે મેં એમના દાક્ષિણ્યથી જેવી આપની આજ્ઞા એમ કહીને સ્વીકારી તો લીધું, પરંતુ મારું મન થોડું જ માને એવું હતું ? હવે તરંગવતી આ જનમમાં મળે એમ નથી એવી નિરાશાથી આત્મહત્યા કરવાનો નિર્ધાર કરી લીધો; ને એ કામ રાતે કરવાનો નિર્ણય કર્યો, કેમકે દિવસના તો એવા આત્મહત્યાના કામમાં કાંઈ ને કાંઈ વિઘ્ન આવે, તેથી એ કાર્ય રખડી પડે. આમ હું આજે રાતે જીવતરની તદ્દન સ્પૃહા વિનાનો અને અવશ્ય મોત સ્વીકારી લેવાના નિર્ણયવાળો બનેલો, એમાં તું તરંગવતીનો સંદેશો લઈને આવી, એ બહુ સારું કર્યું ! કેમકે આ કિંમતી જનમ નકામો ખોઈ નાખતાં બચ્યો ! હવે મારે મરવાની કોઈ જરૂર નથી. હવે તું એક કામ કર, પાદેવનો સંદેશો : “તું જા જઈને મારા વચનથી એ મારી પ્રાણથી અધિક પ્રિયાને મારા તરફથી કહે કે “હું તારો સર્વ પ્રકારે દાસ છું. તારા ચિત્રપટ્ટના દર્શનથી મને પૂર્વ જન્મનું સ્મરણ થતાં ત્યાં તે જે મારા પર અનહદ પ્રેમભર્યા સત્કાર સન્માન કરેલાં એ વીસર્યા વીસરાય એવા નથી, અને હવે તો આજે યાદ આવતાં રોમાંચ ખડા થાય છે, દિલ ગગદ થઈ જાય છે, તું કર્મ ! તારી ગતિ ન્યારી 173