________________ નથી મળી ત્યાં સુધી મારા મનને વિષાદનો પાર નથી. હવે તો તું મને ક્યારે એ પૂર્વના અવિસ્મરણીય ભારોભાર પ્રેમથી વિનોદના મીઠા મીઠા બોલ સંભળાવી મારા ઊકળતા દિલને શાંતિ આપે ?" આમ કહીને એણે તારા પત્રના જવાબરૂપે પત્ર લખી નાખ્યો અને તે તને આપવા માટે મને આપ્યો; ને મને વિદાય આપી. સખી સારસિકાએ આ પ્રમાણે તરંગવતીને કહી એને એના પૂર્વપ્રિયનો એ પત્ર આપ્યો, એમાં શું લખ્યું હતું? એવું લખ્યું હતું કે જે વાંચીને તરંગવતીનું હૃદય રાગના ઊભરાતા હરખથી જાણે ફાટ ફાટ થવા માંડે છે ! એમાં શું લખ્યું હતું એ જોવા પહેલાં જરાક પમદેવની સ્થિતિ અને સંદેશા પર આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો દેખાય છે કે, રાગાધિન પર આધ્યાત્મિક દૃષ્ટિપાત : આ જગતમાં જીવ જયારે મોહને પરવશ બને છે ત્યારે કેવી કેવી ઘેલી વિચારણા ઘેલા નિર્ણય અને ઘેલી પ્રવૃત્તિ કરે છે ! કોણ માનવી કે દેવતા આ ઘેલી વિચારણા નિર્ણય અને પ્રવૃત્તિ કરવા બળાત્કાર કરે છે ? કોઈ જ નહિ. મોહના ઘેરાવામાં પોતે જ આ બધું કરી રહ્યો છે. ખૂબી તો એ છે કે જગત પર જિનશાસનની તાત્ત્વિક સુંદર સમજ હયાત છતાં એને બાજુએ મૂકી ઘેલી વિચારણા ઘેલા નિર્ણય અને ઘેલી પ્રવૃત્તિમાં જાતે ફસાય છે. કારણ? મોહની પ્રબળ પરવશતા. જુઓ, પમદેવ કેવો ફસાયો ? ધારેલી કન્યા નથી મળવાની, એવું લાગવા પર ઠઠ આપઘાત યાને મહાકિમતી માનવભવનો નાશ કરવાના નિર્ણય સુધી પહોંચ્યો ! એ વખતે એ ધ્યાનમાં ન આવ્યું કે આવો મહાકિંમતી માનવભવ નષ્ટ કરવા છતાં શું પરલોકે ધારી કન્યા મળવાનું નક્કી છે ? અરે ! મૂળ પાયામાં માનવભવ મળવાનું ય ક્યાં નક્કી છે ? કદાચ મળી જાય તો ય પોતે કયા સ્થાને હોય ? અને કન્યા કયા સ્થાને હોય ? કદાચ માનો કે બંનેને એક સ્થાને જન્મ મળ્યો તો ય બંને એકબીજાને જાતિસ્મરણ દ્વારા પૂર્વની સગાઈથી ઓળખશે એ ય ક્યાં નક્કી છે ? આનંદઘનજી મહારાજે ‘ઋષભપ્રભુના સ્તવન'માં કહ્યું ને, * પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય. * કોઈ કંથ કારણ કાષ્ટભક્ષણ કરે રે, મિલશું કંથને ધાય; એ મેળો નવિ કહીએ સંભવે રે, મેળો ઠામ ન ઠાય. - તરંગવતી. 174