________________ વાસનાને અંકુશમાં રાખી શકે, ને શીલવંત જીવન જીવી શકે. ઉત્તમ મનુષ્ય જન્મ મળ્યો છે એ, શીલ સંયમ અને સદાચારોથી જીવન મઘમઘતું હોય, તો દિવ્ય દેવી જનમ છે. નહિતર તો શીલ વિહોણો જનમ પશુ કરતાં ય બદતર એક પ્રકારનો દાનવ જનમ છે. | ઋસભસેનશેઠે દીકરી આપવાની ઘસીને ના પાડી, તેથી ધનદેવ શેઠ અત્યંત ખિન્ન અને નિરાશ થઈને નીકળી ગયા. ઘરે જશે એટલે પુત્ર પદ્મદેવને પડતાં એની સ્થિતિ કેવીક થવાની ? એનું શાસ્ત્રકાર હવે કેવું વર્ણન કરે છે, એ જોવા જેવું છે; તે એટલા જ માટે કે સંસાર કેવા સ્વરૂપનો છે અને મોહ જીવને પરવશ કરી કેવાંક ખતરનાક કામ કરાવે છે એ સમજમાં આવે. તરંગવતીને સારસિકા આ બધો અહેવાલ આપી રહી છે, એમાંથી જ્યારે એણે સાંભળ્યું કે ધનદેવ શેઠ નિરાશ થઈને ચાલી ગયા,” તરંગવતીની દશા ! : ત્યાં જ તરંગવતીના મનમાં નિશ્ચિત થઈ ગયું કે મને પતિ તરીકે મારો પૂર્વ પ્રિય આ પદ્મદેવ, અહીં જન્મેલ હોવા છતાં, અને મને ચાહતો હોવા છતાં, મને મળે નહિ !' ત્યા જ એના દિલને ધ્રાસકો પડ્યો અને એકદમ રડી પડી ! કરુણ રુદન કરે છે, ત્યાં સારસિકા કહે બેન ! રોવાનું હોય ? રોવાથી શું વળે ? તરંગવતી કહે છે, તું જાણે છે ખરી કે હું કેમ રોઉ છું? હું એટલા માટે રોઉં છું કે હવે એ મારો પ્રિય તો અત્યંત નિરાશ થઈ જઈ કયાંક આપઘાત ન કરી બેસે ? એ જો આમ કદાચ જીવનનો અંત લાવી દેશે તો તો પછી મારે તો જીવવું જ ભારી પડે ! એક, જો મેં તિર્યંચ પંખીના અવતારે પ્રિયની પાછળ એના પ્રેમની કદર રૂપે આગમાં ઝુકાવી પ્રાણ ત્યાગ કરી નાખેલો, તો પછી આ તો વિશેષ બુદ્ધિનો અવતાર, એમાં પ્રિયના પ્રેમની કદર ન કરું? પ્રિયનાં વિરહમાં જીવી જ કેમ શકું ? એમ જીવીને જીવનભર હૃદય-બળાપો કરવો એનાં કરતાં એકજ વાર મૃત્યુનું દુઃખ વેઠી લેવું શું ખોટું ?" ત્યાં સારસિકા કહે છે, “હજી તું ચિંતા ન કર અને બીજું તને ખોટું ન લાગે તો પૂછું ? “પૂછ.” 148 - તરંગવતી