________________ જ દિલને આંચકો આવે. મૂળ આ કરવાનું છે કે એવા સાત્ત્વિક ચિંતનનો ખૂબ અભ્યાસ રાખવો જોઈએ. ખૂબ અભ્યાસ હોય તો બીજી ત્રીજી ખોટી ચિંતા થા ખોટા વિચાર ઉઠવા જાય ત્યાં ઝટ એ સારા અભ્યસ્ત તાત્ત્વિક ચિંતન મનમાં શરૂ થઈ જાય !.. વાત એ છે કે માણસને આવી વ્યવસ્થિત તાત્ત્વિક ચિંતન મગજમાં ચલાવવામાં શ્રમ લાગે છે. પરંતુ એને ખબર નથી કે જેમ આપણને કાયા મળી છે, એ આરામ માટે નહિ પણ કામ માટે, શ્રમ માટે મળી છે. તે કાયાને શ્રમ આપવાથી સારી તંદુરસ્ત રહે છે એમ મનને સારા તાત્ત્વિક ચિંતનનો શ્રમ આપવાથી મન સારું તંદુરસ્ત રહે છે. ને એ મોટી ઉંમર સુધી કાયાની જેમ સારું કામ આપે છે. ઉપયોગી વસ્તુ કે કાર્ય માટે સારી વ્યવસ્થિત વિચારણા કરી શકે છે, સ્મરણ શક્તિ સતેજ રહે છે. પ્ર.- એવું તાત્ત્વિક ચિંતન અઘરું કેમ લાગે છે ? ઉ.- પહેલાં કહ્યું તેમ કારણ આ છે કે જેવી રીતે શરીરને બેઠાડું રાખવું ગમે છે, એમ મનને પણ બેઠાડું રાખવું ગમે છે. અરે ! એક ચૈત્યવંદન જેવી નાની ક્રિયા કરતો હશે તો ય એમાં સૂત્રો પોપટપાઠની જેમ બોલી જશે પરંતુ એને સૂત્રના પદ પદ પર મન પરોવવાનું નહિ ગમે. ' અરે ત્રણ નવકાર જ ગણી જવાના હશે તો ય એમાં એકે એક પદ પર મન પરોવવાનું નહિ ગમે. કેમ જાણે એટલામાં મનને થાક લાગે છે ! થોડાક જ સૂત્રપદો પર મન પરોવવામાં સુસ્ત અને એદી માણસો ખોટી ચિંતા અને ખોટા વિચાર અટકાવવા માટે તાત્ત્વિક વિચારણા શી રીતે કરી શકે ? શી રીતે મનને તાત્ત્વિક પદાર્થમાં પરોવી શકે ? માટે કહો. મનને અવસરે અવસરે તાત્ત્વિક જ વિચારસરણીમાં રમતું રાખવા માટે આ ઉપાય કે એને વારે વારે સૂત્રના પદ પદમાં પરોવતા રહો. આજના માનસશાસ્ત્રીઓ પણ કહે છે, “જેટલા નિષ્ફળ વિચાર કરો એટલી મનની શક્તિ હણાય છે, મન નિર્બળ બને છે. ને જેટલા સફળ વિચાર કરો એટલી મનની શક્તિ વધે છે, મન સબળ બને છે.” તાત્ત્વિક વિચારણા એ સફળ વિચારણા છે, ખોટી ચિંતા, ખોટા વિચાર એ નિષ્ફળ વિચારણા છે. તાત્વિક વિચારણા એ સફળ વિચારણા એટલા માટે કે પૂર્વે બતાવેલ જેવી તાત્ત્વિક વિચારણાથી 154 - તરંગવતી