________________ સારસિકા–“સખી ! હું જ્યાં ઉપર ગઈ ત્યાં હજી એમનું ધ્યાન મારા પર ગયું નહોતું, એટલે હું એમ જ ઊભી રહી જોતી હતી કે એ શા વિચારમાં હશે ? પરંતુ સખી ! તને શું કહું ? એમણે એક પાટિયા-ફલક પર ચક્રવાક ચકોરીને પ્રેમ આપી રહ્યો છે એવું ચિત્ર દોરેલું, અને એ ચિત્ર ફલક પોતાના ખોળામાં રાખેલ. વારે વારે એ હાથમાં ઉઠાવી પોતાની છાતી સરસું ચાંપતા કેમ જાણે પોતાની પ્રિય ચક્રવાકીને પ્રેમથી મનાવી રહ્યા હતા ! એ મનાવવામાં ઊછળતી અત્યંત પ્રેમની લાગણીથી આંખમાંથી શ્રાવણ-ભાદરવાની જેમ આંસુની ધારા વહાવી રહ્યા હતા ! એવી એમની મુદ્રા અને ગમગીની જોતાં મારું તો કાળજું જ પીગળી ગયું, હું ય એમના ભારે દુઃખની અસરમાં આવી ગઈ. સખી ! તારા કરતાં એમનો વધારે પ્રેમ અને વધારે દુ:ખ એટલા માટે કહું છું કે એ પુરુષ છે, મોટા શ્રીમંતના દીકરા છે, મોટી હવેલીમાં રહેનારા છે, અને એમનું કુટુંબ તથા નોકર-ચાકરોમાં કેટલું બધું માન છે, આ બધું છતાં એને ભૂલી તારા પર એ જે પ્રેમનું પૂર ઊભરાવી રહ્યા હતા એ આશ્ચર્ય છે ! એમણે જાતિસ્મરણજ્ઞાન થયા પછી અને એમના પિતા તારા પિતા કન્યા આપવાની ના પાડી તો એમના પર હવે એની જે દશા જોઈ તે પરથી મને લાગે છે કે એમનો પ્રેમ તારા પ્રેમને આંબી દે એવો છે !... એમના આંખના આંસુ ચિત્રપાટીને પખાલી રહ્યા છે, એ પરથી મને લાગ્યું કે તારો સમાગમ કરવાનો એમના હૃદયને મનોરથ પૂરાયો નહિ તેથી એમના દિલમાં અપરંપાર શોક હતો, એટલે જ મો પરથી હાસ્ય ઊડી ગએલું, એટલું બધું ઉદાસ એમનું મો દેખાતું હતું. એમનું ધ્યાન મારા તરફ નહોતું, પરંતુ હવે મારે એમને તારી સ્થિતિ જણાવ્યે જ છૂટકો હતો એટલે જરા પાસે જઈને વિનયપૂર્વક નમીને મેં એમને કહ્યું, સારસિકા કુમારને મળે છે :‘ચિરંજીવો આર્યપુત્ર !' તરત મારા તરફ જોઈ મને પૂછે છે કલ્યાણી ! તું ક્યાંથી આવી છે ?' મેં કહ્યું “હે કુળચંદ્ર ! હે વિનયરૂપી આભૂષણવાળા ! હે ગુણોએ કરીને મોટા ! હે યશસ્વી ! હું ઋષભસેન શ્રેષ્ઠિની અપ્સરા જેવી કન્યા તરંગવતી પાસેથી આવી છું. એના હૃદયમાં તમારા પર ચક્રવાક જાતિમાં કરેલો પ્રેમસંબંધ હજી આજે પણ એવો જ ફરી રહ્યો છે, અને એ પ્રેમની પાછળ હવે એનું જીવંત રહેવાનું તમારા હાથમાં છે, તમારો સંબંધ ન મળે તો એને કર્મ ! તારી ગતિ ન્યારી 161