________________ દેખાતી નથી. તો પછી પૂછો, વિષય મનમાં પેઠાનું પ્રત્યક્ષ મહાનુક્સાન :પ્ર.- શું એવી કોઈ પ્રત્યક્ષ વસ્તુ છે કે જેથી વિષયોની ભડક લાગે ? ઉ.- હાં, વિષયોથી પ્રત્યક્ષમાં તરણતારણ ભગવાન અને માર્ગ ભૂલવાનું થાય એ મોટું નુક્સાન છે. એ જોઈને વિષયોની ભડક લાગે. આપણે જાણીએ છીએ કે આ સંસારમાં અનેક પ્રકારના જીવો જોઈએ, યાવત્ અનાર્ય જેવા મનુષ્યો જોઈએ, તો એમની પાસે ભગવાન નથી, ભગવાને ફરમાવેલો પવિત્ર માર્ગ નથી, જે આપણને મળેલ છે, માટે એ બિચારા જીવોનો ભગવાન અને એમના માર્ગની આરાધના સાધના કરી લેવાનો કોઈ કલાસ નથી. આપણો એ કરવાનો કલાસ છે, તેથી આપણા માટે એ આરાધના કરી લેવાની સોનેરી તક છે. મનમાં સંસાર પેસતાં ભગવાનની હકાલપટ્ટી : હવે જો આપણે મન દઈ એ આરાધના કરતા હોઈએ, એમાં જો મનમાં સંસાર, સંસારની કોઈ વસ્તુ પેઠી, તો ખલાસ ! તરત જ એ બીજી વસ્તુ મનમાંથી ભગવાન ભગવાનના માર્ગને હડસેલી દે છે ! દા.ત. પ્રભુના દર્શનમાં મન લગાડ્યું, એજ વખતે જો કોઈક એવું મન પર લાવ્યા કે દા.ત. શાક લેવા જવાનું મોડું થયું છે તો તરત જ મનમાંથી ભગવાનની હકાલપટ્ટી થાય છે. એવું માળા ગણતી વખતે મનમાં સાંસારિક કાંઈક આવતાં મનમાંથી માળાના પદ છૂટી જાય છે. મનમાં સારી વિચારણા ઊભી તો કરી, પરંતુ જો ત્યાં વિષયની વિચારણા ઘાલી, તો પેલી સારી વિચારણા ઝટ બંધ પડી જાય છે ! ત્યારે વિચારવા જેવું છે કે આ દુન્યવી વિષયો કેટલો ખતરનાક કે એક બાજુ આપણને અનંત અનંત કાળ પછી મનમાં ભગવાન, ભગવાનનો માર્ગ અને સારી વિચારણા લાવવાની આ ઉત્તમ ભવમાં તક મળી, ત્યાં એ બધાને ક્ષણવારમાં મનમાંથી હકાલપટ્ટી કરવાની દુષ્ટતા આ વિષયો કરે છે ! મોટા ભગવાનને ય કેવા ભુલાવે ? એક ભાઈ સિદ્ધગિરિ યાત્રાએ ગયા. નવા પરણેલા તેથી સજોડે ગયા, ત્યાં દાદાની પૂજા કરતાં હજી તો ભાઈની આંગળી પ્રભુને ખભે તિલક કરી રહી છે, ત્યાં યાત્રિકોમાંથી કોઈ બેન આગળ ઘૂસી જઈ આમના મિસીસને પાછળ પાડ્યા, ભાઈની નજર ત્યાં જતાં શું કરે ? ના, મારે તો મારા ભગવાનના નવ અંગે તિલક પૂરા કરવામાં જ મન રાખવાનું. હમણાં મિસીસમાં કે એને કર્મ ! તારી ગતિ ન્યારી 16 3