________________ રાખેલી છે ! કોઈ અજાણી સ્ત્રીનો ઘરમાં પ્રવેશ ન થાય. પૂછો, પ્ર- શું શેઠને ઘરના પુરુષવર્ગ પર અવિશ્વાસ છે કે એવા સંયોગ મળે તો શીલભંગ કરી નાખે ? ઉ.- આવો સવાલ સંસારના નિયમનું અજ્ઞાન સૂચવે છે. સંસારનો સામાન્ય નિયમ આ છે કે સંસારી જીવ નિમિત્તવાસી છે, જેવું નિમિત્ત તેવું પરિણામ. એટલે ? સારા નિમિત્તોમાં જીવ સારો રહે અને ખરાબ નિમિત્તમાં બગડી જવા પૂરો સંભવ છે. સંભવ એટલા માટે કહેવાય છે કે આમાં અપવાદ અર્થાત્ નિમિત્ત ખરાબ મળવા છતાં કોઈ જીવ ન પણ બગડે. પણ તે અપવાદ તો કેવો? દસ હજારે એક. સુદર્શન શેઠ, ઝાંઝરિયા મુનિને ખરાબ નિમિત્ત મળવા છતાં પોતાના બ્રહ્મચર્યમાંથી ડગ્યા નહિ ! બાકી તો જુઓ અરણિક મુનિને પરદેશ ગયેલા પતિવાળી પત્નીએ ચારિત્રથી ભ્રષ્ટ કર્યા. બોલીએ છીએ ને સજઝાયમાં, વયણ રંગીલીએ નયણે વીંધીઓ, ચંદ્રવદનીએ ચારિત્રથી ચૂકવ્યો, સુખ વિલસે દિન રાતોજી; અરણિક મુનિવર ચાલ્યા ગોચરી, એવું નંદીષણમુનિને થયું, વેશ્યાએ પાડ્યા ! એ તો રહનેમિમુનિની સામે રાજીમતી સાધ્વી જબરા હતા, તે રહનેમિના કામવાસનાના બોલરૂપી ખરાબ નિમિત્ત મળવા છતાં સંયમમાં જાતે મક્કમ રહ્યાં ! બાકી જો રાજીમતી લોભાયા હોત, તો બંનેનું પતન થાત. પરંતુ ખરાબ નિમિત્તની અસર ન થવી એવા દાખલા કેટલા? અતિ જૂજ. બાકી તો જીવ નિમિત્તવાસી છે. સિંહગુફાવાસીમુનિ કેવા પરાક્રમી ! સિંહની ગુફા આગળ ચાર મહિનાના ઉપવાસ કરી ચોમાસું રહેલા ! કશી બીક ન લાગે ? સિંહ બહારથી આવે ત્યારે તો માનો પેટ ભરીને આવ્યો હોય તે ગુફામાં પેસતાં મુનિ પર ન ત્રાટકે; પરંતુ પેઠા પછીથી સમય વીત્યે ભૂખ્યો થઈને શિકારની શોધ માટે ગુફામાંથી બહાર નીકળે ત્યારે મુનિને ભય ન લાગે કે “હાય ! નથી ને હમણાં જ આ સિંહ મારા પર ત્રાટક્યો તો એના મોઢામાં જામફળની જેમ ચવાઈ જઈશ ?' મુનિને કેમ સિંહનો ડર નહિ ? કહો, પહેલેથી સમજી મૂકીને આવ્યા છે કે સંભવ છે કદાચ સિંહ આપણા શરીર પર ત્રાટકે ય ખરો, ને જીવતા ચાવી ય ખાય. માટે આપણે પહેલેથી કર્મ ! તારી ગતિ ન્યારી 1 57