________________ (1) મન તંદુરસ્ત અને પ્રસન્ન પ્રફુલ્લિત બને છે; (2) મનમાં પ્રભુ ભક્તિ વગેરે શુભ ભાવો જન્મે છે; (3) એના શુભસંસ્કાર પડે છે; (4) મનની અનંત અનંત કાળની ખોટી ચિંતા, ખોટા વિચારોની કુટેવ મટે છે; (5) મન પ્રસન્ન પ્રફુલ્લિત રહે એની શરીર પર સારી અસર પડે છે; (6) “હૃદય હેમખેમ રાખો” બુક પ્રમાણે મન ફોરું પ્રસન્ન પ્રફુલ્લિત રાખવાથી મગજમાંથી એક પ્રકારનું પ્રવાહી વહે છે, જે શરીરની નાડીઓમાં ફરી વળે છે, ને હાર્ટએટેક જેવા પણ દર્દ મટાડી દે છે. વાત આ છે કે ખોટા વિચારો અટકાવવા તાત્ત્વિક વિચારણા અને તાત્ત્વિક ચિંતનનો અભ્યાસ રાખો પેલી તરંગવતી ખોટી ચિંતામાં પડી છે કે દાસી ગઈ તો ખરી, પરંતુ પદ્મદેવને ત્યાં એને પ્રવેશ મળશે ? પદ્મદેવની સાથે વાતચીત થશે ? ત્યારે પદ્મદેવે કોઈ ખોટું સાહસ તો નહિ કર્યું હોય ને ? મને મળશે ખરા ?.. કેવી ખોટી ચિંતા છે ? વિચારવું તો એ જોઈએ કે જો અમને બંનેને મનુષ્ય જન્મ મળ્યો છે, ઉપરાંત જાતિસ્મરણજ્ઞાન થયું છે, બંનેને પરસ્પરની જાણ થઈ છે. જ્યારે ગાડી આટલે સુધી આવવાના પુણ્યોદય જાગ્યા છે, તો પરસ્પરને મળવાનું કેમ નહિ થાય ? આમ આશાસ્પદ વિચારણા કરે, તો મન પ્રફુલ્લિત રહે. તેથી આર્તધ્યાન ન થાય, અને બીજા કર્તવ્ય ઉલ્લાસથી થાય, કામ બગડે નહીં. અસ્તુ. તરંગવતીને બહુ ઝાઝો સમય ચિંતા ન કરવી પડી સારસિકા આવીને પોતે શું કરી આવી એનો અહેવાલ આપે છે, કહે છે, સારસિકાનો અહેવાલ : “સ્વામિની ! હું અહીંથી ગઈ, તારા પ્રિયના આવાસે પહોંચી. મોટી હવેલી હતી. દરવાજે જઈને ઊભી રહી ત્યાં હવેલીની દાસીઓ અવર જવર કરતી હતી, એમાં હું નવી જ હતી એટલે મને દ્વારપાલ પૂછે છે, બેન ! ક્યાંથી આવી છે ?' મારે તારી કે તારા ઘરની વાત તો કરવી જ નહોતી, અને ખરી વસ્તુ છૂપાવવી હતી, એટલે જૂઠું જ બોલવું હતું. અને સ્ત્રીઓને જૂઠ બોલવાનું તો હંમેશાં સ્વાધીન જ હોય, એટલે તરત જ મેં કહ્યું આર્યપુત્ર પાદેવની પરિચિત કર્મ ! તારી ગતિ ન્યારી 1 55