________________ ઉ. કારણ આ, કે શોક આનંદનું મુખ્ય સ્થાન મન છે. બધાય વિષયો આનંદ તો જ આપે છે કે જો મન એમાં પરોવાયેલું હોય. હવે મન જો કોઈ ભારે શોકમાં પરોવાઈ ગયું, તો સહજ છે કે એ વખતે એ શોકવાળું મન બીજા વિષયોના આનંદમાં ન પરોવાઈ શકે. એટલે કહો કે બીજા અનેક મનગમતા વિષયો હાજર છતાં શોકથી નષ્ટ આનંદવાળું મન એનો આનંદ નહિ માણી શકે; ઊલટું ઇષ્ટ વિષય મન પર આવતાં પેલા શોકમાં વૃદ્ધિ થો! મનને એમ થશે કે પેલી વસ્તુ છતે આ બીજી સુખસામગ્રીમાં મને આનંદ હતો. પેલી વસ્તુ જતાં, આ મને ખાવા ધાય છે. દા.ત. સુશીલ સ્ત્રીને પરણીને બે વરસમાં પતિ ગુજરી જતાં, હવે સ્ત્રીને પાસે સમૃદ્ધિ હોય તેનો પેલા શોકની આગળ આનંદ રહેતો નથી. સમૃદ્ધિ જાણે ખાવા ધાય છે ! શોકના વિચાર વખતે મનને બંગલો મોટર બધું બળ્યું લાગે છે; કેમકે આ બધા ઓછી કિંમતના તે ઊભા રહ્યા, ને મહાકિંમતી પ્રિયતમ ચાલી ગયા ! તેથી અલ્પ કિંમતવાળા પદાર્થ જોતાં દિલને ખેદ વધે છે. પ્રિયતમના વિરહના શોકમાં બંગલો વગેરે મન પર આવતાં શોક વધે છે. સંસાર કેવો વિલક્ષણ છે ! સંસારમાં સંયોગ ફરતાં સુખનાં સાધન દુ:ખરૂપ બને છે. મતિમાનને મનુષ્ય જન્મ આવા બધા વિચાર કરીને વૈરાગ્ય વધારવા માટે થાય છે; પરંતુ મોહમૂઢ જીવોને આ કાંઈ વિચાર કરવો જ નથી એટલે સંસારના નાશવંત પદાર્થ ઉપર વૈરાગ્ય શાનો થાય ? જો એ નહિ, તો પછી વૈરાગ્યના પાયા ઉપર સુકૃતો કરવાનું મન પણ શાનું થાય ? એમ, જેવી રીતે જો વિધવા બનેલી પત્ની વિટ્ટી હોય, તો એને બંગલો મોટર પૈસા કશું અકારું લાગતું નથી, એવી રીતે પરમાત્માના વિરહમાં બંગલો મોટર વગેરે કશું અકારું લાગતું નથી. આપણે શું આવા ધિદ્દા છીએ ? જો બિઠ્ઠા હોઈએ તો એનું કારણ પરમાત્મા આપણને એવા ગમતા નથી કે એમના વિયોગનું પારાવાર દુઃખ હોય. ભગવાન પર અથાગ રાગ અને શ્રદ્ધાની આ ચાવી કે આપણને પ્રભુના વિરહમાં બીજા બધા સુખ અકારા લાગે; જેમ પતિના વિરહમાં સુશીલ પત્નીને. હવે અંતરમાં તપાસ કરો,- “ભગવાનના વિરહનું દુઃખ છે ?" હજી નેહીના વિરહનું દુઃખ હશે, મનને થતું હશે કે “મારી પત્ની, મારો ભાઈ, બહુ સારા હતા પણ હું કમનસીબ કે આજે એ મારી પાસે નથી. હોત તો દિલને કેટલી બધી હૂંફ રહેત ! ભગવાન આપણી પાસે નથી, પાસે હોત તો કર્મ ! તારી ગતિ ન્યારી