________________ છે, તરંગવતીએ ઉપવાસ કર્યો છે, સાંજના પ્રતિક્રમણ કરે છે. ચોમાસી અતિચારોનું આલોચના પ્રતિક્રમણ કરે છે, સર્વ જીવોને ક્ષમાપના કરે છે. અહીં જોવા જેવું છે કે તરંગવતી એક બાજુ સાંસારિક મોહમાં ફસાયેલી છે, છતાં અંતરથી કેવી જાગ્રત છે કે એને શ્રાવકધર્મના આચાર અનુષ્ઠાન બનાવવામાં પ્રમાદ નથી ! પૂછો, એવા મોટા શ્રીમંત ઘરની દીકરીમાં હૈયે ધર્મની આ સુવાસ ? હા, કેમકે ઘરમાલિક સ્વયં મહાન શ્રાવકધર્મનું જીવન જીવી રહ્યા હતા, અને કુટુંબને પહેલેથી જ ધર્મમાં જોડી રહ્યા હતા. વડીલપણું કોને કહેવાય ? : આર્યદેશમાં વડીલપણું બનાવ્યું શાને કહેવાય ? શું માત્ર રૂપિયા કમાઈને કુટુંબનું ભરણપોષણ કરવું એટલામાં જ વડીલપણું કૃતકૃત્ય થઈ ગયું ? એ તો અનાર્ય માણસો પણ કરે છે. આશ્રિતના ખોળિયાની ચિંતા ઉપરાંત એના આત્માની ને એના પરલોકની ચિંતા કરવાનું મોટું કર્તવ્ય એના માથે છે. એ ધર્મ કર્તવ્ય બજાવનાર વડીલો આજે જગતમાં ઓછા થઈ ગયા, તો આ ધર્મ કર્તવ્ય નહિ બજાવનારા વડીલ પોતાના સંતાનથી સુખી પણ નથી, તેમ સંતાન પણ સુખી નથી. સુખશાન્તિ ધર્મી જીવનમાં બહુ સુલભ. પૂછો, પ્ર- ધર્માત્માને સુખશાન્તિ સુલભ કેમ ? - ઉ.- એનું કારણ ધર્માત્માને સમાધાન કરી લેતાં આવડે છે. માણસ દુઃખી કેમ થાય છે ? બાહ્યની અગવડ કરતાં મનની વ્યાકુળતા માણસને દુઃખી કરે છે. જો વ્યાકુળતા ન હોય તો કશું દુ:ખ નથી લાગતું. ધર્મની સમજ મનને સમાધાન કરી આપી વ્યાકુળતા દૂર કરી દે છે. દા.ત. વેપારમાં પૈસા ખોયા. ધર્મસમજથી મનને એમ થાય કે અશુભોદયમાં મનને જ સમાધાન : (1) પૈસા મળ્યા હતા તે શુભ કર્મનો ઉદયે, એ સહજ છે. તો હવે અશુભ કર્મનો ઉદય થયો ને પૈસા જાય એ પણ સહજ છે, એમાં હૈયાના ભાવ બગાડવાની જરૂર નથી. (2) આમાં કાંઈક કુદરતનો સંકેત હશે કે પૈસા છતે કાંક પાપના કામમાં પહોળો થાત, અથવા કોઈક અનર્થ આવત, તે પૈસા ગયે બચી જવાશે. (3) મારા અરિહંત પ્રભુના અચિંત્ય પ્રભાવે ઇષ્ટફળસિદ્ધિ થઈ જવાની છે, અર્થાત્ હું પ્રભુને શરણે રહું તો મારી ચિંતા જાણે મારા પ્રભુ કરવાના છે. કર્મ ! તારી ગતિ ન્યારી 109