________________ ઈનામ આપું ? તરંગવતીને આનંદનો પાર નથી, પૂર્વનો શોક બધો નીકળી ગયો, ઇષ્ટ મળવાની આશામાં પણ માણસને કેટલો બધો આનંદ થાય છે ? ત્યારે ઇષ્ટ ખરેખર મળે ત્યારે આનંદનું પૂછવું જ શું ? અહીં તરંગવતી પ્રિય મળવાની આશાના આનંદમાં, રાત્રિ પૂરી થઈ ગઈ છે એટલે પ્રતિક્રમણ કરી નહાઈ ધોઈ પૂજાના ઉત્તમ દ્રવ્યો લઈ ઘરદેરાસરમાં અરિહંત પ્રભુની પૂજા ભક્તિ કરે છે. પ્રભુનો જીવનમાં સર્વત્ર ઉપકાર માની, પ્રભુ પૂજામાં લયલીન બને છે. પછી પારણું કરે છે. કર્મની વિચિત્રતા જુઓ કે હમણાં તો કર્મે સારી અનુકળતા કરી આપી હોય એટલે એના આનંદ મંગળ અને ધવલગીત ગવાતા હોય, પણ પછી કર્મ કોઈ એવું પ્રતિકૂળ ઊભું કરી મૂકે કે, બધો આનંદ મંગળ સુકાઈ જાય ! અહીં તરંગવતીને એવું બને છે. ત્યારે વિવેકી જીવને એમ થાય, કે આ સંસારમાં આવી કર્મની વિચિત્રતા તો ઠામઠામ પ્રસરેલી છે. કહે છે ને કે “ઘેર ઘેર માટીના ચૂલા, કર્મની મોકાણ !' તો પછી આવા સંસારમાં કરીને બેસવાનું ? કે હવે પછી આવી કર્મ વિચિત્રતાઓ વિટંબણાઓ ન વેઠવી પડે એના ઉપાય કરવાના ? ઉપાય જાણો છો ? કર્મની વિચિત્રતા અને વિષમતા ટાળવા માટે એકમાત્ર ઉપાય પાપાચરણ બંધ કરી ધર્મસેવન કરવું એ જ છે. એટલે કોઈ પૂછે કેમ કાંઈ વાતવાતમાં વ્રત ને નિયમ ? સામાયિક ને સ્વાધ્યાય, સાધુની ભક્તિ અને અરિહંતદેવની ઉપાસના ? આ બધું કેમ કરો છે? તો કહીએ આત્માના ખજાને પાર વિનાના વિચિત્ર કર્મો છે, એને તોડવા માટે ધર્મ સિવાય બીજો ઉપાય નથી, માટે ધર્મ કરું છું. અદશ્ય કર્મક્ષય પર શ્રદ્ધા કેમ થાય ? : પ્ર.- ધર્મ તો કરીએ છીએ, પણ કર્મ તૂટતા હોય એવું દેખાતું નથી ને? પછી શી રીતે કર્મ તોડવાનો ઉદ્દેશ મનમાં આવે ? ઉ. એમ તો તમે ખોરાક ખાઓ છો, એવું અંદર કેવુંક લોહી માંસ વગેરે બને છે, એ ક્યાં દેખાય છે ? એમાં ય દૂધ વગેરે પૌષ્ટિક આહારથી સારું લોહી માંસ વગેરે બને છે, એ પણ ક્યાં દેખાય છે ? છતાં એ બનવાની કર્મ ! તારી ગતિ ન્યારી 139