________________ શ્રદ્ધાથી ખોરાક પૌષ્ટિક વસ્તુ વાપરો છો ને? આ ન દેખાવા છતાં કેમ એની શ્રદ્ધા રહે છે ? કહો, ડોક્ટર વૈદ, આયુર્વેદ શાસ્ત્ર વગેરે કહે છે માટે શ્રદ્ધા રહે છે કે, તે તે આહાર ખાવાથી લોહી માંસ વગેરે બને છે. તો પછી અહીં (1) અનંતજ્ઞાનીઓ કહે છે કે તે તે ત્યાગ-તપ જિનભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય, વ્રત, નિયમ, ચારિત્ર વગેરે ધર્મ સાધવાથી ભરપૂર કર્મોનો ક્ષય અને પુણ્યની કમાઈ થાય છે, પછી એના પર શ્રદ્ધા થવી શી કઠિન છે ? કર્મ- કર્મક્ષય પર શ્રદ્ધા કેમ થાય ? : ન જતાં અહીં મનુષ્ય જન્મ પામ્યો ? શું હિંસા, જૂઠ, ચોરી, લબાડી વગેરે પાપો કરેલા તેથી આ ઉચ્ચ અવતાર મળ્યો કે એ પાપો બંધ કરી ધર્મ કરેલો માટે ઉત્તમ મનુષ્ય જન્મ મળ્યો ? પૂછો, પ્ર.- એ શી રીતે ખબર પડે ? ઉ.- ખબર એ રીતે પડે, કે દુનિયામાં દેખાય છે કે, અનંતાનંત જીવો છે એમાં મનુષ્ય તો બહુ જ અલ્પ સંખ્યામાં છે, કહો મોટા સમુદ્રની સામે એક નાના ખાબોચિયાના ટીંપા જેટલા ય નહિ. ત્યારે હવે એ જુઓ કે દુનિયામાં ધર્મ કરનારા જીવો કેટલા? કહો, એ તો બહુ અલ્પ; બાકી તો લગભગ ઘણા નરદમ પાપો આચરનારા ! આ પરથી ગણિત માંડો તો સ્પષ્ટ દેખાય છે કે, મનુષ્યો થોડા, અને ધર્મ કરનારા પણ થોડા તેથી ધર્મ કરનારા જીવો મનુષ્ય અવતાર પામ્યાં. બાકી પાપ કરનારા જીવો અપરંપાર, તેથી મનુષ્ય સિવાયની હલકી ગતિના જીવો ય અપરંપાર ! એ સૂચવે છે કે, પાપો કરવાથી ખરાબ કર્મ બંધાય. ધર્મ કરવાથી પાપકર્મો તૂટે અને પુણ્ય કર્મ બંધાય. હવે જો નજર સામે આ રહે કે ધર્મ કરું છું તો મારા ઢગલો પાપકર્મ તૂટે છે, તો ધર્મ-સાધનામાં વેગ કેટલો બધો રહે ? આત્માના કોથળામાં કઈ જાતના વિચિત્ર કર્મ કેટલા બધા પડ્યા છે ? એમાંથી ધર્મ દ્વારા પાપકર્મોનો જેટલો ક્ષય કરતા રહીએ, એટલી ભવિષ્ય માટે નિર્ભયતા. ધર્મથી કર્મક્ષય કરવાની અમૂલ્ય તક માનવભવે. કર્મોની વિચિત્રતા તોડવા માટે એક માત્ર ધર્મ એ જ શ્રેષ્ઠ ઉપાય છે, અને આ ધર્મ કરી કરીને આ વિચિત્ર પાપકર્મોનો ક્ષય કરતા જવાનું છે. બાકી સમજી રાખો કે,- એ પાપક્ષય ન કરતાં ઊભા રહી ગયેલા વિચિત્ર કર્મોથી આત્માની વિટંબણા ભારી ! હમણાં શુભકર્મ કાંક સારું અનુકૂળ દેખાડ્યું, 140 - તરંગવતી