________________ દેવા તૈયારી હતી. પ્રેમપાત્ર ખાતર ૮માં એડવર્ટે રાજ્ય છોડ્યું ? : માણસ પ્રેમપાત્ર માટે શો ભોગ દેવા તૈયાર નથી હોતો ? વિલાયતના રાજા આઠમાં એડવર્ડને લેડી સિમ્પસેન સાથે લગ્ન કરવા હતા, પણ પાર્લામેન્ટ કહ્યું, “લેડી સિમ્પસન આમ કુટુંબની છે. બ્રિટિશ સલ્તનતના રાજા અમીર કુટુંબના હોઈ અમીર કુટુંબની જ કન્યાને પરણી શકે. તેથી આ કન્યા નહિ પરણી શકાય અને આ જ પરણવાનો જો આગ્રહ હોય તો બ્રિટિશ રાજયની ગાદીના હકદાર તમારે રાજ્યગાદી છોડવી પડશે ! આઠમા એડવર્ડને લાગતું હતું કે મેં લેડી સિમ્પસેનને પરણવાનો વિશ્વાસ આપ્યો છે, તે વિશ્વાસનો ભંગ કેમ કરાય ? પછી ભલે બ્રિટિશ સલ્તનતની રાજ્યગાદી જતી કરવી પડે તો કરવાની.” એણે રાજગાદીનો ત્યાગ કર્યો શું એને અમીર કુટુંબની કન્યા મળે એમ નહોતી ? આવા મોટા સમ્રાટ રાજાને કન્યા દેવા કોણ તૈયાર ન હોય ? યા કઈ કન્યા પરણવા તૈયાર ન થાય ? અવ્વલ રૂપ, હોશિયારી અને સમૃદ્ધિવાળી કન્યા તૈયાર થઈ જાય, પરંતુ સામાને આપેલ વિશ્વાસનો ભંગ નહિ કરવો એ નિર્ધારમાં પોતાની અત્યંત પ્રીતિપાત્ર સિમ્પસન ખાતર એણે રાજયગાદીનો ત્યાગ કરી દીધો. ધરણશાહે પ્રભુપ્રેમ ખાતર 99 ક્રોડના ખર્ચે : ધરણશાહ પોરવાલને નલિની ગુલ્મવિમાનનું સ્વપ્ન આવ્યું. પોતાને અરિહંત પરમાત્મા પર અતિશય પ્રેમ હતો. તેથી મનને મનોરથ થયો કે મારા ભગવાનનું આ વિમાન જેવું દેરાસર બને તો કેવું સારું એમાં એવા જ સ્વપ્નવાળો કારીગર મળી આવ્યો. એણે પ્લાન બનાવ્યો ને ધરણશાહને લાગ્યું કે, ફિટ-બરાબર આ વિમાન જેવું જ દેરાસર થઈ શકશે. કારીગરને કહે, આપણે આવું દેરાસર બનાવવું છે. કારીગર ચોંક્યો ! શેઠને કહે, આ શું વાત કરો ? આ ઉંચા ત્રણ મજલાનું દેરાસર જેમાં કેટલાય મંડપો જોખઝરુખા, તોરણો, ઘુમટ્ટો, ચોર્યાશી તો ભોયરા, 1444 જંગી થાંભલા, આ બધું બનાવવાનું, આનો ખરચો શું સમજો છો ? આવું મહાજંગી દેરાસર તમારે એકલાએ બનાવવું છે ?' ધરણશાહ કારીગરને કહે, તારા પેટમાં શું દુ:ખે ? કારીગરી તારી, ને પૈસા મારા. ભલે અબજ રૂપિયા લાગે, તો ય મારા પ્રભુની ખાતર એ ખરચવા તૈયાર છું.” કર્મ ! તારી ગતિ ન્યારી 1 45