________________ પરંતુ પછી જોતજોતામાં અશુભકર્મ ઉદયમાં આવતાં કાંક એવું પ્રતિકૂળ દેખાડે છે કે આનંદ મંગળમાં મહાલતો જીવ, તેલમાં માંખ ગરી ગયા જેવો બની, શોક ઉદ્વેગ પામે છે. આ એક જ જીવનમાં નહિ, પણ જન્મ જન્મ શુભને Null and Void યાને રદ બાતલ કરનારા અશુભકર્મના દારુણવિપાક જીવ પર વિટંબણાઓની દીર્ધ પરંપરા વરસાવતા આવ્યા છે. જીવને કર્મની એ વિટંબણાઓ ગમતી નથી, તો માનવ અવતારે એ વિટંબણાઓને લઈ આવનારા પાપોનો ક્ષય કરવો અને પાપક્ષયકારી ધર્મ કરવો. સારાંશ, ધર્મ જ એકમાત્ર કર્તવ્ય છે. આ સમજીને જ પૂર્વે મોટમોટા રાજા મહારાજા અને શેઠ શાહુકારો તથા સુકોમળ કાયાની રાજાની રાણીઓ, શેઠાણીઓ અને શ્રીમંત ઘરની કુમારિકાઓ પણ સંસાર ત્યાગ કરી કઠોર ચારિત્ર પંથે નીકળી પડતી. દા.ત. જુઓ, ઋષભદેવ ભગવાનની પાટ પરંપરાએ અસંખ્ય રાજાઓએ શું કરેલું ? આજ, સત્તા અને સમૃદ્ધિ ભરી રાજગાદી પરથી ઊભા થઈ જઈ સંયમ લઈ લીધું. ત્યાગ-તપસ્યાથી કર્મોના ભુક્કા બોલાવ્યા ! સનતકુમાર ચક્રવર્તી, રાજા દશાર્ણભદ્ર, ઉદાયન રાજા, એમ મેઘકુમાર, જંબૂકુમાર ગજસુકુમાલ - શાલિભદ્રધનાજી, ધન્નો, વગેરેએ અઢળક સંપત્તિઓ છોડી સંયમ પંથે સિધાવ્યું ! કુષ્ણવાસુદેવની રકમણિ વગેરે રાણીઓ અને ચંદનબાળા, રાજીમતી, બ્રાહ્મી, સુંદરી વગેરે રાજકુમારીઓએ શું કર્યું ? કુટિલ કર્મોનો કચ્ચરઘાણ કાઢનાર કઠોર-સંયમ માર્ગને અપનાવી ઉચ્ચકોટીના ત્યાગ-તપ-જ્ઞાન-ધ્યાન, ઉપશમભાવ વગેરેમાં ખેંચી ગયા. બધાનો એક હિસાબ “વિચિત્ર કર્મોના વિધ્વંસનો ભેખ લો’ નહિતર હમણાં અનુકૂળ કર્મ, અનુકૂળ સુખ ઊભું કરી દેખાડશે, પરંતુ પછી જોતજોતામાં પ્રતિકૂળ કર્મ રુદન કરાવે એવાં દુઃખ ખડા કરી દેશે ! તરંગવતીને આવું જ થાય છે, હમણાં તો સખી સારસિકા પાસેથી કૌમુદીની રાત્રિનો અહેવાલ સાંભળીને, તથા એનો ચિત્રપટ્ટ જોનાર પૂર્વ પ્રિયને મૂર્છા જાતિસ્મરણજ્ઞાન થવાનું, ને પછી રસ્તા વચ્ચે શરમ મૂકીને ઓ મારી ચકોરી ! ના હૃદયફાટ રુદન કરવાનું, પાછો એનો ચકોરીના જીવને (અર્થાત્ ચિત્રપટ્ટ ચિતરનાર તરંગવતીને) જ પરણવાનો નિર્ધાર કરવાનું...વગેરે જાણીને તરંગવતીને અપાર આનંદ થઈ આવેલા, પરંતુ પછીથી દાસી દોડતી આવીને જે વેદનાભર્યો અહેવાલ આપ્યો એથી તરંગવતીને ખેદનો પાર ન રહ્યો ! આ જોતાં મન મુંઝવણમાં મૂકાય કે, કર્મ ! તારી ગતિ ન્યારી 141