________________ સુધી એ દાનની અનુમોદના કર્યે રાખેલી. સુકૃતનું સારું ફળ પુણ્ય તો મળે, પણ એની અનુમોદનાથી નવું નવું પુણ્ય બંધાય. કરણ-કરાવણ ને અનુમોદન સરિખા ફળ નીપજાવે. એટલે વારે વારે સુકૃતની અનુમોદના કરતાં કરતાં પુણ્યની થપ્પી થતી જાય. ધ્યાનમાં રાખી લેવા જેવું કે આપણા જીવનમાં પ્રતિપળ કર્મ બંધાયે જાય છે. ને તે પ્રતિપળ આપણા મનના શુભ કે અશુભ વિચારોને આધારે શુભ કે અશુભ કર્મ બંધાયે જાય છે. મનની મશીનરી કામ કરતી જ રહે છે તેમ કર્મનું પ્રોડક્શન (ઉત્પાદન) થતું જ રહે છે. - શાલિભદ્રના જીવે પૂર્વ ભવમાં દાન એક જ વાર દીધેલું, પણ પછીથી એના મનની મશીનરી દાન અને ગુરુની અનુમોદનાનું કામ કરતી રહી તેથી પુણ્યનાં ઉત્પાદન થયે જ ગયા. પ્ર.- સુકૃતની વારંવારની અનુમોદનાનો આટલો મોટો પ્રભાવ ? ઉ.- હા, સુકતની સાચી અનુમોદનામાં જેમ સુકૃત પ્રત્યે સદભાવ તેમ જ દુષ્કૃત્યો પ્રત્યે અભાવ ગર્ભિત છે. આ જગતમાં દુષ્કૃત્યો પ્રત્યે અભાવ થાય, એ બહુ મહત્ત્વનું છે; કેમકે એથી પછી દુષ્કતો આચરવાનું મોળું પડે છે, ને તેથી ભવના ફેરા ટૂંકા થાય છે. સમજી જ રાખવાનું કે દુષ્કતો 18 પાપસ્થાનકો એ દુષ્કતો છે એને આચર્યે જઈએ તેમ તેમ દુર્ગતિના ભવના ભ્રમણ વધ્યે જાય છે. શાસ્ત્ર કહે છે, 18 પાપસ્થાનકની દુર્ગતિગામીઓ :'मुक्खमग्गविग्घभूयाइं दुग्गइ निबंधणाई अट्ठारसपावठाणाई' અર્થાત્ પ્રાણાતિપાત મૃષાવાદ આદિ અઢાર પાપસ્થાનક, મોક્ષમાર્ગ દર્શનજ્ઞાન-ચારિત્રનો આત્માને સંબંધ થવાની આડે વિપ્ન ભૂત છે. અને દુર્ગતિનાં કારણ છે. માછલા ખાઈ જવાના અર્થાત્ હિંસાના વિચાર માત્રથી તંદુલિયો મચ્છ સાતમી નરકે જાય છે ! - રાજા વસુભૂતિ મૃષાવાદના પાપે નરકમાં ગયો. - રોહિણિયાનો બાપ ચોરીઓ કરી કરી સંસારમાં ભટકતો થઈ ગયો. - ચક્રવર્તીની પટ્ટરાણી માત્ર પોતાના પતિ સાથેની વિષયવાસનાના જોસમાં છઠ્ઠી નરકે જાય છે. 1 1 2. - તરંગવતી