________________ ગોઠવેલા 500 માણસોને કુનેહથી વિશ્વાસ પમાડવાનું કર્યું કે આ ઘોડેસવારીએ જાય છે પણ પાછો આવે છે, અને એમ કરી આગળથી ખાનગી રીતે વહાણ તૈયાર રખાવી એક દિવસ પોતે ઘોડા પર ભાગી છૂટી સમુદ્રતટે પહોંચ્યો. તરત વહાણમાં બેસી પલાયન થઈ ગયો, અને આર્ય દેશમાં આવી ગયો. પ્ર.- માણસોનો આમ વિશ્વાસભંગ કરાય ? ઉ.- ચાલુ જીવન અર્થે ન કરાય, પરંતુ આત્માના કલ્યાણ માટે કરાય. કહ્યું છે. “થને માયા નો માયા' ધર્મ ખાતર માયા કરવી પડે એ માયા દોષ નથી. જો આમ ન કરે તો તો જીવને કદીય આત્મહિતનો માર્ગ લેવાય જ નહિ; કેમકે નાનપણમાં માતાપિતા વિશ્વાસ રાખીને બેઠા છે કે “આ મોટો થયે અમને સંભાળશે.” મોટો થયે પત્ની વગેરે વિશ્વાસ રાખીને બેઠા છે કે આ અમને ઠેઠ સુધી સંભાળશે. પછી ઘરડો થયે તો પુત્ર પૌત્રો વિશ્વાસ રાખી બેઠા છે કે આ અમને ઉપયોગી થશે, અમારું સંભાળશે. આમ બધીય ઉંમરમાં કોઈ ને કોઈ વિશ્વાસ ધરી બેઠા હોય એટલે એમના વિશ્વાસનો ભંગ ન કરાય એમ કરી ચારિત્ર ન લે, તો પછીથી મોહમાયા ને સર્વપાપ છોડી ચારિત્ર લેવાનો અવસર જ ન રહે. અલબત ચારિત્રમાં સંમતિ લેવા માટે એમને સમજાવાય, પરંતુ સંમત ન જ થાય તો એમને જીવન નિર્વાહની શક્ય ચિંતા સગવડ કરી છે રાખી ખાનગી ચારિત્ર લેવું પડે, ને એમાં વિશ્વાસભંગ કોઈ દોષરૂપ નહિ. આદ્રકુમાર આમ જ અનાયદશમાંથી આર્યદેશમાં આવી ગયા ને ચારિત્ર લઈ લીધું, એવા મહાન ઉત્તમ વૈરાગ્ય અને ઉચ્ચ ચારિત્રપાલન અર્થે ભવી જીવોને આલંબનરૂપ નીવડ્યા. વિશ્વાસભંગ જોવા રહ્યા હોત તો આ કાંઈ કેવી તકેદારી અને ઉદ્યમ કેવા ? મિથ્યાત્વ અને અવિરતિનો ફરક : તરંગવતીનો અંતિમ નિર્ણય એના હૃદયમાં રહેલ સમ્યકત્વનો ઉજાળો સૂચવે છે. અલબત અવિરતિના ઉદયે પૂર્વ પ્રિય પર રાગ છે, પૂર્વ પ્રિયનું સુખ ગમે છે, એ મળે તો સુખ થાય એમ એને લાગે છે, પરંતુ મિથ્યાત્વનો ઉદય નથી એટલે એ સુખ ભંડે એમ સમજે છે, તેથી જો એ સુખ ન મળે તો જીવન પાપમાં વેડફી નાખવાનું માનતી નથી. સમ્યક્ત્વના પ્રતાપે અંતરમાં સુખ ખોટું પાપ ખોટાં એ બેઠું છે, તેથી જો કે પૂર્વના સ્નેહરાગની પ્રબળતાએ પૂર્વ પ્રિયના - તરંગવતી 118