________________ ભવનિર્વેદનો અગત્યનો ઉપાય : આપણે તો વીતરાગ અરિહંત ભગવાનને પામ્યા છીએ, એટલે દરેક કાર્ય કરતાં અરિહંતને આગળ કરવાના, એમના અચિંત્ય પ્રભાવને આગળ કરવાનો છે. અર્થાત્ મનને થાય કે, પ્રભુ ! ભવનિર્વેદ લાવવા વધારવા ઉપાયો તો કરું છું પરંતુ તે આપના પ્રભાવે જ ફળવાના છે. આપના પ્રભાવે જ આપના ઉપકારથી જ આટલે ઉચ્ચે આવ્યો છું, અને હજી પણ આગળ જઈશ. તે આપના પ્રભાવે જ જઈ શકવાનો. આમ વાતવાતમાં અરિહંતને આગળ કરીએ એમાં ભવનિર્વેદના કાર્યરૂપે સમ્યત્વ સુલભ થાય છે; કેમકે વાતવાતમાં અરિહંતને મુખ્ય કરવાથી અરિહંત ઉપર પ્રેમ-શ્રદ્ધા બહુમાન વધે છે. રોજના માટે અને દિવસમાં અનેક વાર જયવીયરાય સૂત્રમાં ભગવાન આગળ હોઉ મમં તુહપ્પભાવઓ ભયવં ભવનિÒઓ... ઇઠફલસિદ્ધિની પ્રાર્થના શા માટે કરવાનું રાખ્યું ? કહો, રોજ ને રોજ માંગવાનું આટલા જ માટે કે, જ્યાં સુધી ભવનિર્વેદ માર્ગાનુસારિતા ઇષ્ટફળસિદ્ધિ વગેરે કાર્યો સિદ્ધ ન થાય, ત્યાં સુધી એ માટે વીતરાગ ભગવાનના અચિંત્ય પ્રભાવની શ્રદ્ધા વધારતા રહો, અને ભવનિર્વેદ વગેરેની માગણી કરવાનો પ્રયત્ન ચાલુ રાખો' એ સૂચવવું છે. કાર્ય સિદ્ધ નથી થતું માટે નાસીપાસી ન કરો. નિરાશા ન કરો. સામે પૂર્વ કર્મોનું જોર હોય તો કાર્ય સિદ્ધ થવામાં વિલંબ થાય, પરંતુ પાકો વિશ્વાસ રાખો કે મારા અરિહંતદેવના અચિંત્ય પ્રભાવથી ને મારા યોગ્ય પ્રયત્નથી પૂર્વકર્મ તૂટી જ રહ્યા છે. તે આગળ જતાં સારા પ્રમાણમાં તૂટીને કાર્યસિદ્ધિ થનાર જ છે. ચિત્રપટ્ટ ઓળખનાર મળ્યો : પેલી સારસિકા કહી રહી છે કે રાત વીતી રહી હતી, ચિત્રપટ્ટની અસર લેનારો કોઈ દેખાતો નહોતો. મનને નિરાશા થતી હતી. પરંતુ બેન ! એમ માંડવાળ કર્યો કેમ ચાલે ? વળી કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' એ કવિની ઉક્તિ છે. એટલે આશા ઊભી રાખીને ચિત્રપટ્ટ ખુલ્લો રાખીને ઊભી છું. એટલામાં સખી ! તારા પ્રખર પુણ્ય શું મનમાન્યું બન્યું તે તું સાંભળ, સારસિકાના આ બોલપર તરંગવતીનું હૈયું નાચી ઊઠ્ય ! મનને થયું હાશ ! હવે લાગે છે કે, પૂર્વના મારા પ્રિયનો પત્તો લાગ્યો લાગે છે !' 13) - તરંગવતી