________________ પાપાચરણમાં જે હોશ ખુશમિશાલતા અને રાચવા-માગવાપણું હતું, તે હવે એમાં મંદતા કર્યે જવાની. અર્થાત્ પાપાચરણ પરલોકનો ભય રાખ્યા વિના જે તીવ્રભાવે અર્થાત ખૂબ હોંશથી કરતા હતા, તે હવે પરલોકથી ડરતા રહીને કરવાના, ને તે ય તીવ્રભાવથી નહિ કરવાના. એથી મિથ્યાત મંદ પડતું આવે. પ્રશ્ન થાય, પાપપ્રિયતાનો સ્વભાવ બદલવાના શા ઉપાય ? : પ્ર.- હિંસાદિ અને કષાયોનાં પાપો રાચી માચીને કરવાનો જીવનો સ્વભાવ એટલે કે પાપપ્રિયતાનો સ્વભાવ છે, તે કેમ છૂટે ? કેમ બદલાય ? ઉ.- એ બદલવાના ઉપાય અનેક છે, (1) પહેલો ઉપાય આ, કે મનને વિચાર થાય કે “આ મારો આર્ય ઉત્તમ માનવ અવતાર, એમાં કેવી વિશિષ્ટ કાયશક્તિ, વાણીશક્તિ અને બુદ્ધિશક્તિ વગેરે મળી ! વિશિષ્ટ મન-વચન-કાય-શક્તિનો વિનિયોગ (ઉપયોગ) પૂર્વના અનંતા અજ્ઞાન-મોહમૂઢ માનવભવોમાં જેવો કર્યો, એવો શું કચરાપટ્ટી પાપોમાં પાપકાર્યોમાં કરવાનો ?' રોજ પરોઢિયે ઊઠીને આ વિચાર દિલમાં ઠહેરાવવામાં આવે, તો એની દિલ પર અસર થાય, અને પાપકાર્યોમાં તન મન અને વાણીને તદ્દન નહિ તો અંશે પણ જતા અટકાવાય, (2) બીજો ઉપાય આ છે કે કદાચ બધા પાપકાર્યોમાં ન બને તો પણ રોજના કમમાં કમ 4-5 પાપકાર્યોમાં મન મારીને પણ હોંશ-હરખ રોકી રાચી માચીને આપણી શક્તિઓનો ઉપયોગ યાને પ્રયત્ન નહિ કરવાનો. આવો રોજને રોજ પ્રયત્ન થાય તો અનાદિના સ્વભાવ પર અસર પડે, સ્વભાવ બદલવાની શક્યતા ઊભી થાય. રાચવા માગવામાં જો મંદતા ઊભી થાય; તો તેથી મિથ્યાત્વમાં મંદતા આવે. (3) મિથ્યાત્વની મંદતા માટે વળી એક ઉપાય એ છે કે, ઘોર સંસાર પર ધૃણા સૂગ ઊભી કરવાની. ઘોર સંસાર પર આદર બહુમાન નહિ ધરવું, આમ ગુણસ્થાનકની અવાંતર પાયરીએ ચડવાનું થાય. આ ભવનિર્વેદ ભવોગ ભવ-વૈરાગ્યનું કાર્ય વધારે સતેજ બનાવવા અને આગળ વધવા માટે એક અગત્યનો ઉપાય આ કરવાનો છે, કર્મ ! તારી ગતિ ન્યારી 1 29