________________ પડત તો શાસ્ત્ર-શ્રવણ-વાંચન-પારાયણનો શુભ વ્યવસાય થાત; તેથી બોધ વધત. (3) વાતચીતોનું વ્યસન સેવવામાં બાધનો ને તે પણ તુચ્છ બાહ્યનો રસ પોષાય છે. જે અનાદિની ચાલને મજબૂત કરે છે. (4) બાહ્યરસ પોષાવાથી પછી શાસ્ત્ર-શ્રવણ-વાંચન-પારાયણ આદિમાં એટલો રસ જામતો નથી; નીરસતા આવે છે. તરંગવતી કહે છે મારા પિતાજીને આવી વાતોચીતો વગેરેનો રસ નહિ તેથી શાસ્ત્રબોધ વધારતા રહેતા, એને વાગોળતા રહેતા, એટલે એ બોધના આધારે મને સ્વપ્ન-ફળ કહેતા, કહ્યું દીકરી સાત દિવસમાં તને સારા પતિનો લાભ થશે. તરંગવતીની ચિંતા : અલબત પિતાજીએ વાત તો સારી કરી, પરંતુ મારા મનને ચિંતા થઈ કે શું સારા પતિ તરીકે પૂર્વ પ્રિય નહિ મળે ? જો પૂર્વ ભવનો પ્રિય મળે તો તે જ મારે સ્વીકાર્ય છે, બીજો કોઈ પુરુષ નહિ, ને જો બાપુજી કોઈ બીજો મને વળગાડવાનું કરે, તો મારે શું ? મારે તો જીવવું જ ભારે થઈ પડે. એવું થાય તો તો જીવવા જ ઇચ્છતી નથી. મારે તો પૂર્વ પ્રિયની અથવા ચારિત્રની જ ઇચ્છા છે. આ બેમાંથી એકેય ન બને તો જીવવાનો કશો અર્થ નથી. આમ મને ચિંતા તો થઈ પરંતુ હજી તો “ભેંસ ભાગોળે.. જેવો ઘાટ' મારે એ ચિંતા બહાર વ્યક્ત ન કરતાં છુપાવી રાખી. માતાપિતાએ મારા સારા સ્વપ્ન પર મારું અભિનંદન કર્યું. અહીં તરંગવતીની હૃદયની પરિણતિ ખુલ્લી થાય છે. અલબત પૂર્વભવના પ્રિયનો મોહ છે, એટલે એની સાથે સંસાર માંડવાની વાસના છે, પરંતુ એ સંસારવાસના મર્યાદિત છે, અંકુશિત છે. એટલે જ જો એ પ્રિય ન મળે તો સંસારની ઇચ્છા નથી પરંતુ મોક્ષમાર્ગ ચારિત્રની જ ઇચ્છા છે. તે પણ ઇચ્છિત પતિ ન મળ્યાની નિરાશા કે શોકમાં નહિ. કિન્તુ એ જ્ઞાન-દર્શન-ચારિત્રના માર્ગ સર્વ દુ:ખનાશક અને સર્વ કલ્યાણકારક છે, માટે ચારિત્રની ઇચ્છા છે. ત્યારે જોવાનું છે કે મનગમતો પ્રિય મેળવવાની તીવ્ર તાલાવેલી એના સમ્યકત્વને અટકાવતી નથી. એનું કારણ આ જ કે મૂળ તો દિલમાં સચોટ બેઠેલું છે કે સર્વ દુઃખનાશક અને સર્વ હિતકારક જો કોઈ હોય તો તે જિનેશ્વર ભગવાને કહેલું સમ્યગ્દર્શન-જ્ઞાનયુક્ત સમ્યક ચારિત્ર જ છે, સંસારના વિષયો 1 24 - તરંગવતી