________________ - મમ્મણશેઠ રત્નના બળદિયાના પરિગ્રહની મમતામાં મારી સાતમી નરકે ગયો. - બહુભોગી ટિપૃષ્ઠ વાસુદેવ મરીને સાતમીએ ગયો અને પછી પણ સંસારમાં બહુ ભટક્યો. - જિનપ્રતિમા ભરાવી પરભવે બોધિ મળવાનું નક્કી કરનાર સાગરચંદ્ર શેઠ વેપાર ધંધાના આર્તધ્યાનમાં મરીને ભરૂચના રાજાનો અશ્વરત્ન (ઘોડો) થયો. - સંયમી તપસ્વી સાધુ ક્રોધ પામસ્થાનક સેવતાં ક્રમશ ચંડકૌશિક સાથિયો. - માન કષાયના પાપે સમ્યગ્દર્શન પામેલો પણ રાવણ ચોથી નરકે ગયો. - લોભ કષાયના પાપે સુભૂમ ચક્રવર્તી વિમાન લહાવલશ્કર સાથે લવણસમુદ્રમાં ડૂબી મરી સાતમી નરકે સિધાવ્યો. - રાજકુમારી સુનંદાના દર્શન મિલાપના રાગના પાપે શ્રેષ્ઠિપુત્ર રૂપસેનને એજ સુનંદાના એક જ ભવની હયાતીમાં સાત ભવ થયા. બે મનુષ્યભવ અને સાપ કાગડો-હંસ-હરણ અને હાથીના એમ પાંચ તિર્યંચના ભવ થયા. ત્યારે દ્વેષ કષાય કેવો ખતરનાક ! અભાગિયો ખેડૂત ગૌતમ મહારાજથી પ્રતિબોધ પામી સાધુ થવા છતાં એને મહાવીર ભગવાન પાસે લઈ આવતાં પ્રભુ પ્રત્યે દ્વેષ-કષાય ઊછળ્યો, પ્રભુ પર એને અરુચિ અભાવ થયો, તે ચારિત્ર મૂકીને રવાના થઈ ગયો ! ભગવાન બહુ પૂર્વે ૧૮મા ભવે ત્રિપૃષ્ઠવાસુદેવ હતા ત્યારે આ ખેડૂત સિંહ હતો, અને એને વાસુદેવે ચીરેલો, તેથી સિંહને વાસુદેવ પર અભાવ થયેલ, દ્વેષ થયેલો, તેના ઝેરના કણિયા આટલે લાંબે ચાલી આવીને એવા નડ્યા કે ભગવાન પર બહુમાન ધરી જગત તરતું હતું ત્યારે આ બિચારા ખેડૂત મુનિને ભગવાન પર દ્વેષ અરુચિ સૂગ થઈ ! કોઈના પ્રત્યે દ્વેષ સૂગ-તિરસ્કાર કરતાં પહેલાં આ વિચારવાનું છે કે આગળ જઈને કદાચ આ કોઈ મહાન ગુણનિધિ અને તારક આત્મા થશે ને એમના પર લોક બહુમાન ધરી તરશે, ત્યારે મને એ વખતે અહીંના આના પર કરેલ દ્વેષ અભાવ સૂગનું પુનરાવર્તન થઈ મારે ડૂબવાનું થશે ! બીજા પર આવા દ્વેષ સૂગ તિરસ્કાર એ દુષ્કૃત છે, એ જીવનમાં ન આવે માટે સુકૃતની અનુમોદના છે. જયાં દ્વેષ થવા જાય ત્યાં એનામાં કોઈ સગુણ સુકૃતો છે ને ? એજ જોવાનું બસ, એના પર દૃષ્ટિ રાખી એની અનુમોદના જ મનમાં લાવવાની. સુકૃતની અનુમોદના જ મનમાં લાવવાની. સુકૃતની અનુમોદનામાં જેમ સુકૃત કર્મ ! તારી ગતિ ન્યારી 1 13