________________ એય નદીમાં સૂંઢમાં પાણી ભરીને ઊંચે ફૂંકારી રહ્યો છે. ત્યાં એક ઝાડ પરથી યુવાન શિકારી હાથીનો શિકાર કરવા બાણ છોડી રહ્યો હોય તે બતાવ્યું છે. પરંતુ એ બાણ હાથી સુધી પહોંચે એ પહેલાં વચમાં જ ઊડતા મારા પ્રિય ચકોરને વધે છે એ દેખાડ્યું છે. ચકોર ઘવાઈને બાણ સાથે નીચે પાણીમાં પડે છે. હું અતિ ખિન્ન થઈ બાણ સાથે એને ખેંચી જઈ કિનારે લાવું છું, ને માથું પછાડી કલ્પાંત કરું છું. ત્યાં પેલો શિકારી ખિન્ન થઈ, આવીને મારા પ્રિયની ક્ષમા માગે છે. પછી લાકડાની ચિતા કરી, એમાં મારા પ્રિયના શરીરને મૂકી અગ્નિસંસ્કાર કરે છે. ત્યારે ઉપરમાં ભમતી હું ચિતામાં પડી બળી મરું છું. ચિત્રમાં ગંગા નદીની આસપાસ ઘણા વૃક્ષો છે, કમળોનું સરોવર છે, વગેરે વગેરે પ્રસંગો ચિતરીને મેં ચિત્રપટ્ટ તૈયાર કર્યો. ચિત્રપટ્ટ તૈયાર કરીને જ્યારે હું એ જોઉં છું ત્યારે એમાં મારા જીવન પ્રસંગો બધા આબેહૂબ દેખાવા લાગ્યા, અને મારો શોક ઓર વધી ગયો ! આંખે આંસુ છલકાયા, ને હું રોવા માંડી તે હાય ! હે મારા પ્રિય ! તમે આમ વીંધાયા ? ને મર્યા ! તમે ક્યાં ગયા ? એમ કલ્પાંત કરતી રોવા મંડી. - ચિત્ર કેવુંક કામ કરે છે ! માણસ સ્વસ્થ બેઠો હોય પણ એવું કાંઇક ચિત્ર જો નજર સામે આવે, તો દિલમાં એને અનુરૂપ ભાવ ઊછળે છે. દા.ત. સિદ્ધગિરીનું ચિત્ર, તે પણ અક્ષયતૃતીયાના દશ્યોવાળું નજર સામે આવે, તો દિલમાં એકદમ હર્ષોલ્લાસ અને તીર્થભક્તિના ભાવ ઊભરાય છે. એના બદલે મસાણનું ચિત્ર નજર સામે આવે કે જેમાં મડદાં બળતા દેખાયા હોય, તો એ જોઈને દિલમાં જીવન અને વૈભવ-પરિવારની અસારતા પર વૈરાગ્ય ભાવ ઊછળે છે. - સમરાદિત્ય કેવળીનો જીવ પહેલા ભવે રાજા ગુણસેન તાજો ધર્મ પામેલો છે. તે એકવાર ઝરૂખામાં બેઠા કોઈની સ્મશાનયાત્રા જુએ છે, ને એ જોતાં એમનો વૈરાગ્ય વધી જાય છે, તે તરત દીકરાને રાજ્યગાદીએ બેસાડી બીજા દિવસે ગુરુ પાસે જઈ દીક્ષા લેવાના નિર્ણયથી મહેલના એકાન્ત ભાગમાં ધ્યાનમાં બેસી જાય છે. આ દશ્યની અસર આજે સિનેમા-ટી.વી.-વીડિયો પેપરોમાંનાં બીભત્સ ચિત્રો વગેરે જોતા રહેનારની કઈ દશા ? એની મન પર કેવીક અસરો ? એના ઢગલા બંધ પડેલા ઊંડા સંસ્કારો પરભવે લઈ ગયે ત્યાં કેવા ભયંકર પરિણામ ? ઠાઠડી ને ડાઘુનું ચિત્ર : મેસાણા “સુધારા-ખાતાની પેઢી' એટલે કે જૈન સંઘની પેઢી, એમાં કેટલાક કર્મ ! તારી ગતિ ન્યારી 105