________________ નહિ, અ-બાધ્ય ફલાપેક્ષા બની. લૌકિક ફળની અપેક્ષા મોક્ષ તરફ અરૂચિ કે ઉપેક્ષાવાળી હોય તો એમાં આગળ પર ઉપદેશ મળવા પર પણ સુધારો થવાનો નહિ. એ અપેક્ષા મટીને નિરાશસ ભાવ નહિ આવવાનો. ત્યારે જેને મોક્ષ પ્રત્યે દ્વેષ અરુચિ અણગમો નથી ને એને ધર્મ કરતાં સાંસારિક ફળની આશંસાવાળું અસદ્ અનુષ્ઠાન હોવા છતાં એને એ સદ્ અનુષ્ઠાનનો રાગ કરાવનારું બને છે કેમકે ધર્મ પ્રવૃત્તિમાં ગુરુના ઉપદેશનું શ્રવણ કરે છે, ને એમાં સમજવા મળે છે કે સંસારના કોઈ પણ પદાર્થની આશંસા અપેક્ષા કરવા જેવી નથી, તેથી હવે આશંસા મૂકી દઈ નિરાશસભાવમાં આવે છે. તેથી એનું અનુષ્ઠાન નિરાશસભાવવાળું સદ્ અનુષ્ઠાન બને છે. આ બતાવે છે ? આ જ, કે જીવ પહેલાં કોઈ લાલચથી ધર્મ કરવા આવે, અગર ધર્મ કરીને પોતાની સાંસારિક આપદા ટાળવાનું માગે, યા આજીવિકાદિ અર્થે પૈસા ટકા માગે, તો એને એમ ન કહેવાય કે તું સાંસારિક વસ્તુની લાલચથી ધર્મ કરે છે ? યા ધર્મ કરીને સંસારના સુખ માગે છે ? તો દુર્ગતિમાં રીબાવી રીબાવીને મારશે !...સાંસારિક ઇચ્છા પૂરવા ધર્મનું શરણું લે એ મહામૂર્ખ ને પાપપ્રવૃત્તિનું શરણું લે, એ શાણો.- આવું બધું એને કેમ ન કહેવાય ? કારણ એ છે કે જો એને મોક્ષ પ્રત્યે દ્વેષ નથી, તો બત્રીશ બત્રીશી શાસ્ત્ર વચનના હિસાબે આ એની ધર્મ પાસેથી સાંસારિક ફળની અપેક્ષા બાધ્ય કોટિની છે, એટલે કે એ પ્રજ્ઞાપનાધીન છે, અર્થાત ગુરુની સમજુતીને આધીન છે, એમ પણ ધર્મ કરતાં કરતાં એ સદ્ગના ઉપદેશને પામશે, અને એથી એમ સમજશે કે, “દુન્યવી વિષયો વિષ સરખા છે માટે એની તૃષ્ણા આશંસા નહિ રાખવી જોઈએ. તુષ્ણા આશંસા ઓછી ઓછી કરતા ચાલવું જોઈએ. એને દબાવતા ચાલવું જોઈએ જેથી અંતે એ નામશેષ થઈ જાય. આવી સમજ આવ્યા પછીથી સહેજે એ આશંસા વિનાનો નિરાશસ ધર્મ કરતો રહેશે. ત્યારે અહીં પૂછશો - પ્ર.- તો પછી તરંગવતી તો સમજુ તત્ત્વ ભણેલી શ્રાવિકા હતી, તો એણે પૂર્વ જન્મનો પતિ મેળવવાની આશંસાથી કેમ 108 આયંબિલનો ધર્મ કરવા ધાર્યું ? એ ધર્મ તો આશંસાવાળો ધર્મ થયો સમજી એણે તો નિરાશ આયંબિલ તપ કરવો જોઈએ ને ? ઉ.- એ તપધર્મ કરવા જે એણે ધાર્યું અને આયંબિલ તપ શરૂ પણ કર્યો, 1OO - તરંગવતી