________________ તે પૂર્વ પ્રિયને મેળવીને ચિત્તની વ્યાકુળતા વિહ્વળતા મિટાવવા માટે કર્યો હતો, એ મિટાવીને અવ્યાકુળ યાને શાંત ચિત્તે ધર્મસાધનાઓ કરવાના ઉદ્દેશથી કર્યો હતો. ધર્મપ્રવૃત્તિ માટે જેમ શરીર-સ્વસ્થતા આદિ બીજા બીજા સાધનની જરૂર છે, એમ માનસિક સ્વસ્થતાની પણ જરૂર છે, જેથી ધર્મસાધનામાં વ્યાકુળતાઆર્તધ્યાનની દખલ ન રહે, અને ધર્મ ઉછળતા હરખથી ને જોમ ઉત્સાહથી થાય. દિવસોના ભૂખ્યાને કહો તું ભૂખ સહન કરી લે, ચિત્તની વિહ્વળતા કાઢી નાખ, અને ધર્મ કર, તો આ પેટમાં કુવો ને વરઘોડો જુઓ કહેવા જેવું છે, ચિત્તની વિહ્વળતામાં ધર્મનું પ્રણિધાન જ ન થાય, પછી પ્રણિધાનપૂર્વકની ધર્મ-પ્રવૃત્તિ ક્યાંથી થવાની હતી ? જો એ નહિ, તો તો પછી ધર્મની સિદ્ધિ ય ક્યાંથી થાય ? માટે કહો,-કોઈ પણ ધર્મ પ્રવૃત્તિમાં પ્રણિધાન જોઈએ જ, ને એ પ્રણિધાન માટે ચિત્તની સ્વસ્થતા જોઈએ જ. એવી ચિત્ત-સ્વસ્થતા માટે જ તરંગવતીએ પતિ વિયોગથી થતી અસ્વસ્થતા ટાળવા સારુ અને સ્વસ્થતાપૂર્વકની ધર્મપ્રવૃત્તિ કરવા સારુ એણે પતિ વિરહને તોડનાર અર્થાત્ પતિસંયોગકારી 108 આયંબિલ તપની સાધના માંડી. શ્રદ્ધા છે કે જે તપ સર્વ દુ:ખ ટાળવા સમર્થ છે, એ તપ મારા પતિ વિરહના નાના દુઃખને જરૂર ટાળશે.” એમ “જે તપ સર્વ ઇષ્ટ મેળવી આપવા સમર્થ છે, એ ઇષ્ટ પતિને જરૂર મેળવી આપશે.” એ શ્રદ્ધાથી એ આયંબિલ ધપાવ્યે જાય છે. શ્રીમતીએ પણ પૂર્વ જન્મના પતિ અહીં આદ્રકુમારને મેળવવા 108 આયંબિલ કરેલા. તરંગવતી અને શ્રીમતી બંનેના પ્રસંગમાં શાસ્ત્રકાર ભગવંતોએ આવું કાંઈ કહ્યું નથી કે એણે વિષક્રિયા કરી. અધર્મ કરતાં ભંડો ધર્મ કર્યો. એ એનાથી સંસારમાં રખડી પડી...” એવું કાંઈ લખ્યું નથી ઊલટું તરંગવતીની જે ભાવના લખી છે કે “આયંબિલ તપથી સમસ્ત દુ:ખો જાય' એ ભાવનાથી સૂચવ્યું છે કે “તમારે દુઃખ ટાળવું હોય તો ભગવાન જિનેશ્વરદેવ અને એમના તપની આરાધના કરો,” દુઃખનાશ અને સુખપ્રાપ્તિ માટે એકમાત્ર ધર્મ જ ઉપાદેય છે. અહીં સવાલ આ છે કે, “સંસારની કોઈ આપદા ટાળવી છે, યા કોઈ વસ્તુ જોઈએ છે, તો એ માટે પાપ કરવા સારા ? કે ધર્મ કરવો સારો ?" અહીં કેટલાક આશ્ચર્ય કરે છે, “હે ! સંસાર માટે ધર્મ કરવાનો ? એની સામે આ આશ્ચર્ય છે કે “હેં ! સંસાર માટે ધર્મને બદલે પાપ કરવાના ? પૂછો કર્મ ! તારી ગતિ ન્યારી 101