________________ એટલે અશાંતિનું કારણ પૂછાય નહિ. પૂછીએ તો જવાબ દેવામાં એ શરમાઈ જાય, નાનડિયાને એવું પૂછાય પણ નહિ. એ આયંબિલ કરવા માગે છે તો ભલે કરે એમ જ એના અંતરાય કર્મ તૂટશે તો સુયોગ્ય પતિ મળી આવશે. તરંગવતીના 108 આયંબિલ : 108 આયંબિલ કરવા પાછળ તરંગવતીનો હેતુ કયો ? અને માબાપનો હેતુ ક્યો? આમ, સંસારમાં કાર્ય એકજ પ્રકારનું પરંતુ માણસોના ઉદ્દેશ જુદા જુદા, એવું બને છે. દા.ત. છોકરો ફરવા જવા માટે પૈસા માગે છે. અને બાપ એ આપે છે, પણ છોકરાનો ઉદ્દેશ મોજમજાહ ઉડાવવાનો હોય છે, ત્યારે બાપનો ઉદેશ છોકરાને પૈસા આપી એના મન પર અહેસાન ચઢાવવાનો છે, તે એટલા માટે કે એથી છોકરાનો બાપ પર સભાવ વધે તો આગળ પર બાપ છોકરાને હિતનું કહી શકે. આમ બાપનો ઉદ્દેશ જુદો, ને છોકરાનો જુદો હોય એવું બને છે. એમાં છોકરાને બાપના ઉત્તમ ઉદ્દેશની ખબર નથી હોતી એવું અહીં તરંગવતીના પ્રસંગમાં બને છે. માતા પિતાને તરંગવતીના આયંબિલ કરવા પાછળના આંતરિક ઉદ્દેશની ખબર નથી. એ તો સમજે છે કે તરંગવતીને મનની શાંતિ માટે આયંબિલ કરવા છે, અને પોતે ધાર્મિકવૃત્તિ છે તેથી કરવાની સંમતિ આપી દે છે. તરંગવતીનો ઉદ્દેશ પૂર્વ પ્રિયનો સમાગમ મેળવવાનો છે, અને એ ઉદેશ સિદ્ધ કરવા માટે આયંબિલ તપ ધર્મ અને અરિહંત ભક્તિને સમર્થ માને છે, તેથી માતા પિતાની સંમતિ મેળવી આયંબિલ શરૂ કર્યા. આમાં એ જોવાનું છે કે અલબત સંસારી પ્રિયતમને મેળવવાની ઇચ્છા પૌગલિક રાગદશાની છે, પરંતુ એ મળવાની શ્રદ્ધા અરિહંતપ્રભુ અને ધર્મ ઉપર છે એ મહત્ત્વનું છે. ભગવાન મોક્ષ તો આપે જ છે; પરંતુ સાંસારિક સુખ સગવડ આપનાર પણ એ જ છે. આમ શ્રદ્ધા કરી અરિહંતદેવ અને ધર્મને દિલમાં ઊંચું સ્થાન અપાય એ તો અનંતકાળથી અરિહંત અને અરિહંતના ધર્મથી વિમુખ રહેલા જીવને માટે ઉદ્ધારની નિશાની છે. શાસ્ત્રો મોક્ષ પ્રત્યે દ્વેષ ન હોય એવા જીવને માટે આ ઉદ્ધારક તત્ત્વ કહ્યું છે. લૌકિક આશંસા દ્વિવિધ : બાધ્ય અને અબાધ્ય. ‘બત્રીશ બત્રીશી' શાસ્ત્રમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે. अपि बाध्यफलापेक्षा सदनुष्ठानरागकृत् / सा च प्रज्ञापनाधीना, मुक्त्यद्वेषमपेक्षते // અર્થાત્ - (ધર્મસાધનામાં રખાતી લૌકિક ફળની અપેક્ષા આશંસા જો કર્મ ! તારી ગતિ ન્યારી 97