________________ તરંગવતી એકલા સંતાપમાં બળવું એમાં ભાવ બગડવાનું સમજે છે. એના કરતાં કોઈ યોગ્ય ઉપાયથી મનને શાંત સ્વસ્થ રાખવું એમાં ડહાપણ સમજે છે. આ હિસાબ પર તરંગવતી હવે શો માર્ગ લે છે, એ જુઓ. એના મનને એમ થાય છે કે “આમ શોકમાં ડૂબી મરવું અને દિલ બગડેલું રાખવું એના કરતાં મને ધર્મનો આશ્રય લેવા દે. ધર્મથી સૌ સારા વાનાં થાય. અરિહંત પ્રભુ અને ધર્મનો અચિંત્ય પ્રભાવ છે. સર્વ સંયોગોમાં એજ શરણ કરવા લાયક છે. મનના મનોરથ અરિહંત કપા અને ધર્મથી જ સિદ્ધ થાય છે. તો આડા અવળા ફાંફાં શું કામ મારું ? લાવ, પ્રિયતમના સમાગમ માટે 108 આયંબિલ જ કરું કેમકે 6. તરંગવતીના 108 આયંબિલ આયંબિલ તપ એ સર્વ દુઃખનો વિનાશક અને સર્વ સુખનો સંપાદક છે, એમ શાસ્ત્ર કહે છે.” આયંબિલે દ્વૈપાયનને આકાશમાં લટકતો રાખ્યો; એને દ્વારિકાનો દાહ કરતો અટકાવ્યો. નેમનાથ ભગવાનના વચનથી લોકોને શ્રદ્ધા થઈ ગઈ કે આયંબિલ આદિ તપ, બ્રહ્મચર્ય અને અરિહંત ભગવાનની ભક્તિ કરવાથી બચાવ મળશે, તો લોકોએ એ શરૂ કર્યું, ને બાર વરસ ચલાવ્યું, ત્યાંસુધી તૈપાયન દેવે આકાશમાં ઊંચે ફાંફાં મારતાં આંટા લગાવ્યે રાખ્યા, પરંતુ તપસ્યા અને અહંદુ ભક્તિરૂપી ધર્મના તેજથી એવો અંજાઈ ગયો, એવો પ્રભાવિત થઈ ગયો, કે ન નીચે ઊતરી શક્યો કે ન કાંઈ કરી શક્યો. અરિહંત-ભક્તિ અને ધર્મ-પ્રવૃત્તિનો અચિંત્ય પ્રભાવ છે. તરંગવતીનું શ્રદ્ધાબળ : સાંસારિક વસ્તુ માટે ધર્મ કરાય ? : તરંગવતીને અરિહંત પરમાત્મા અને ધર્મ પર કેટલી બધી શ્રદ્ધા છે ! એ મોક્ષાર્થી જીવ તો એવી શ્રદ્ધા ધરાવે છે કે “જયાં સર્વ દુઃખનો નાશ અને અનંત સુખની પ્રાપ્તિ થયેલી છે, ત્યાં એ દુ:ખનાશ કરનાર અને સુખ અપાવનાર કોઈ હોય તો તે એકમાત્ર અરિહંતદેવ અને એમનો ધર્મ છે. ધર્મથી એ મોક્ષ મળે નહિ ત્યાંસુધી અરિહંત ભક્તિ અને ધર્મસાધનાની અનુકૂળતા માટે ચિત્તની સ્વસ્થતા જોઈએ; અને એ ચિત્તની સ્વસ્થતામાં જરૂરી વચગાળાના દુ:ખના નિવારણ તથા જરૂરી સુખસાધનોની પ્રાપ્તિ માટે કોનો સહારો લેવો ? પાપનો? કર્મ ! તારી ગતિ ન્યારી 95