________________ મળ્યા! છતાં એમની ભક્તિ કરવામાં મુફલિસ કેમ રહીએ છીએ ? કહો, સંસારના કદ્રુપ અને બિહામણાં સ્વરૂપને ધ્યાન પર લેતા નથી, અને સંસાર હજી દિલથી વહાલો લાગે છે, પણ એનાથી ઉભગી જવાતું નથી માટે વિચાર નથી કે સંસારની એકેક આઈટેમ એવી છે કે જે વક્ર વાંકી થતાં બાકીની સારી લાગેલી આઈટેમોને પણ બગાડી નાખે. સુકોશળ નાની ઉંમરમાં રાજા હતો. એને આવું જ બન્યું. એણે વિચાર્યું, ? મારી માતા મારા પિતામુનિને સિપાઈઓ પાસે ધક્કા મરાવી નગરની બહાર કાઢી મૂકાવે છે ? બસ, આટલી વાત પર એને રાજ્યપાટ-રાણીખજાનો; બધી સારી સુખ-સામગ્રીવાળો આખો સંસાર બિહામણો લાગ્યો ! તે 48 નીચે ઉતરી પિતામુનિ પાસે ચારિત્ર લેવા નીકળી પડ્યો. તરંગવતીને પૂર્વ પ્રિયના વિયોગના દુઃખ પર એને માટે બાકીના બધા સુખ નકામા થઈ ગયા ! સંસારના સુખ આવા જ ને ? એનાથી હવે કશો આનંદ એને લાગતો નથી. એટલે પોતાની સખી સારસિકાને કહે છે,- “જો સખી ! મને જીવનના સેકડો મનોરથો ને આશાઓની ઓથ ન હોત તો મેં પૂર્વના તીવ્ર વિયોગ દુ:ખમાં મારું જીવન નષ્ટ કરી દીધું હોત.' તરંગવતીને આ દુઃખમાં નહાવા ધોવા ખાવાપીવામાં વગેરેમાં કશું મન નહિ, પણ પરિજનને મન રાખવા બધા કામ પરાણે પતાવે છે. પૂછો પ્ર.- તો શું એમ પણ કામ પતાવતાં ઊંચા સુખ સાધનોથી સુખનો અનુભવ તો થાય ને ? _ઉ.- આનો જવાબ પોતે જ કહી રહી છે, કે અંતરમાં વાસનાની વિહ્વળતા એટલી બધી હતી કે રાતના શીતલ પણ ચાંદની ઉષ્ણ લાગતી હતી. એકલી ચાંદની જ શું, જીવને સ્વસ્થતામાં સારી સારી અનુકૂળ લાગતી એકએક ચીજ વિરહ-વેદના વખતે મને બાળતી હતી !" આ પરથી સમજાશે કે જ્ઞાનીઓ જે કહે છે કે “સંસારમાં સુખ નથી,' એ તદ્દન સાચું છે. તરંગવતીને અત્યારે ક્યાં સુખ રહ્યું ? એક બાજુ તરંગવતીને આ વિટંબણા હતી, ત્યારે બીજી બાજુ શ્રીમંત જુવાનિયા એનું અપ્સરા જેવું રૂપ જોઈ બિચારા કામથી પીડાઈ રહ્યા હતા ! એમાં કેટલાકના બાપ ઋષભસેન શેઠ પાસે આવી આવીને પોતાના દીકરા માટે તરંગવતીની માગણી કરતા ત્યારે, શેઠ ઉમેદવારોનો શીલ-વ્રત-નિયમ-પોષધાદિમાં કેટલો પ્રયાસ કર્મ ! તારી ગતિ ન્યારી 91