________________ શેઠ કહે “તો વૈદ્યરાજ ! અને તાવ જેવું અને અસ્વસ્થતા કેમ છે ? વૈદ્ય કહે “શેઠ સાહેબ ! તમે આટલું ફરી આવ્યા, કાં તો એના પરિશ્રમના લીધે છે, અથવા કોઈ શોક-ઉદ્વેગ-જનિત ચિત્ત-વિકારની અસ્વસ્થતા હોઈ શકે. વૈદની અડધી વાત સાચી છે, પૂર્વભવના પ્રિયના વિયોગના કારણે ઊભા થયેલ શોક-ઉદ્વેગ ચિત્ત વિઠ્ઠલ વ્યાકુળ કરેલું, પણ એ વૈદ્યને કહ્યા વિના વૈઘ શી રીતે જાણી શકે ? તો એનો ય ઉપચાર શી રીતે બતાવી શકે ? ગુપ્ત પાપરોગ ગુરુને કહ્યા વિના ઉપચાર ન મળે. આત્માના ગુપ્ત પાપો ને દોષોનું પણ આવું જ છે. ગુરુને કહ્યા વિના ગુરુ શી રીતે જાણી શકે ? ને શું પ્રાયશ્ચિત્ત આપી શકે ? ત્યારે શરીરના ગુપ્ત રોગ ઔષધ વિના વધી જઈ શરીરને ખલાસ કરે, એમ આત્માના ગુપ્ત પાપોનું ગુરુ આગળ પ્રકાશન અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ-વહન કર્યા વિના આત્મામાં એના શલ્ય રહી જઈ, એ આત્માને ખલાસ કરે, જનમોજનમ ત્રાસ આપ્યા કરે ! માણસને ત્યાં આલોચના ન કરવામાં સ્વમાન નડે છે; માટે સ્વમાન બાજુએ મૂકી ગુરુ આગળ આલોચનાપ્રાયશ્ચિત્ત કરી લઈ પોતાના આત્માને દુર્ગતિઓના ત્રાસથી બચાવી લેવો જોઈએ. આલોચના પ્રાયશ્ચિત્તમાં કામ ટૂંકે પતે. આ ભવમાં પાપનો હિસાબ ચૂકતે થઈ જાય. એ જો ન કરે, તો એના અશુભ ખંધા અનુબંધોને લીધે અનેક ભવો સુધી પાપબુદ્ધિ, પાપો અને દુઃખોની પરંપરા ચાલે. અહીં વૈદની વાત સાચી કે હૃદય પર શોકના કારણે અસ્વસ્થતા છે. પરંતુ વંદ્યને બિચારાને ખબર નથી કે આમાં બીજા કોઈ કારણે અસ્વસ્થતા નથી પણ પૂર્વના પ્રિયના વિયોગના ને એના શોક-સંભારણાને કારણે અસ્વસ્થતા છે એમાં તમારી કોઈ દવા કામ નહીં લાગે. શારીરિક રોગમાં ભૌતિક દવા કામ કરે, પણ માનસિક રોગમાં આધ્યાત્મિક દવા ઉપયોગી થાય. ક્રોધરોગ દાબવા તાત્ત્વિક વિચારસરણી : દા.ત. કોઈના પર મનમાં ક્રોધ ઊભો થઈને એના ધમધમાટમાં અસ્વસ્થતા થઈ છે, તો ત્યાં કોઈ તાત્ત્વિક આધ્યાત્મિક ક્ષમા-સમતાની વિચારસરણી કામ કરે; એ ક્રોધરોગને શમાવે. ત્યાં ભૌતિક દવા શું કામ કરે ? તાત્ત્વિક વિચારસરણી આ, કે હું ક્રોધમાં તણાઈશ તો મને શો લાભ? અને સામાને ય શો લાભ ? (1) મારું મન વધુ ને વધુ અસ્વસ્થ થવાથી મારાથી કાંક અજુગતું બોલાઈ ચલાઈ જશે, જેમાં સંભવ છે પાછળથી પસ્તાવાનો અવસર કર્મ ! તારી ગતિ ન્યારી 89