________________ આવે. વળી (2) આ અસ્વસ્થતામાં મારાં બીજા કામ પણ બગડે. (3) સામાની દષ્ટિએ ગેરલાભ આ, કે એ મારો ગુસ્સો જોઈ એના દિલમાં અસ્વસ્થતા થાય. તેમજ (4) મારા પર એનો સ્નેહ-સદૂભાવ તૂટે. વળી (પ) મારે ક્રોધના સ્વભાવની પુષ્ટિ થાય તો આગળ પર પણ ક્રોધ સુલભ થવાનો. ને (6) આમ જિંદગીના છેડા સુધી જો હું ક્રોધનો જ અભ્યાસ રાખીશ, તો તારણહાર ઉપશમનો અભ્યાસ ક્યારે કરીશ ? તો શું આવા ઉત્તમ મનુષ્ય-જન્મથી પણ ક્રોધનો જ સ્વભાવ દઢ કરીને જવાનું ? ઉપશમનો અભ્યાસ કરવા માટે આવા ઉચ્ચ આર્યમાનવ જન્મ જેવો બીજો કોઈ સમર્થ જન્મ નથી. આવી બધી તાત્ત્વિક આધ્યાત્મિક વિચારસરણી અપનાવે, દિલને એનાથી ભાવિત કરે, તો તો ક્રોધ-રોગનું વૈદું થાય. એના બદલે અનાર્ય મ્લેચ્છના જેવો ક્ષુદ્ર સ્વભાવ અને શુદ્ર વિચારણા કરે એમાં ક્રોધના રોગને મટવાનું ક્યાંથી થાય ? કે કોઈ ભૌતિક ઔષધ એમાં શું કામ કરે ? તરંગવતીને વૈદે કાંઈક દવા આપી હશે અને એણે લીધી પણ હશે, કિન્તુ એથી શું વળે ? પ્રિયના વિયોગનું દુઃખ એના મનને બાળી રહ્યું છે. એનું પરિણામ એ આવ્યું કે એને ભૂખ અને ઊંઘ બેય હરામ થઈ ગયા. છતાં સ્વજનોનું મન સાચવવા કાંઈક ખાવું પડતું, બાકી મનને વિખવાદ ભારે છે. “સંસારનું એક દુઃખ સો સુખને રદ કરી શકે આ સ્વરૂપ બહુ વિચારવા જેવું છે. તરંગવતીને સમૃદ્ધિ સગવડ ઉચ્ચ કોટિના મળ્યા છે ! છતાં એ સુખી નથી. કારણ ? એકમાત્ર પૂર્વપ્રિયના સંભારણા પર વિયોગનાં દુઃખે. પછી એનો અર્થ તો એજ ને કે સુખના ઢગલો સાધન હાજર છતાં સંસારની એક ચીજ પણ જીવને દુઃખી દુઃખી કરી શકે છે ! | ઋષભદેવ ભગવાન જેવાનો પણ જીવ પાંચમા ભવે લલિતાંગદેવ, એની દેવી સ્વયંપ્રભા ગુજરી ગઈ એની પાછળ 10-12 વરસ એના વિયોગના શોકથી દુઃખિત થતા રહ્યા, દેવ વિમાનમાં દેવતાઈ સુખસાધનમાં શી કમીના હતી ? એવા મોટા તીર્થકરના જીવ દેવતાને દિવ્ય ભોગસાધનો વચ્ચે એક પ્રિય દેવીના વિયોગના કારણે બાર બાર વરસ મહાદુઃખભર્યા કલ્પાંત રહ્યા ! કલ્પાંત એટલે બીજા બધા સુખસાધનને રદ બાતલ કર્યા, નાકામિયાબ બનાવી દીધા, એ સુખ ન આપી શકે. એ સંસારના કેવા સ્વરૂપને પ્રગટ કરી રહ્યા છે? સુશોભિત ? કે કદ્રુપા સ્વરૂપને? સોહામણા કે બિહામણા સ્વરૂપને ? આપણને વિશ્વ શ્રેષ્ઠ શ્રી વીતરાગ અરિહંત પરમાત્મા દેવાધિદેવ તરીકે (8 ) - તરંગવતી