________________ દાસી કહે “સ્વામિની ! એ શા માટે ? બનવાની વસ્તુ બની ગઈ. હવે તો આખો જનમ પલટાઈ ગયો. પછી પૂર્વનું યાદ કરી કરી રોવાનું હોય ?' તરંગવતી કહે “ભલે જનમ પલટાઈ ગયો, પણ મારો આત્મા તો એનો એ ઊભો જ છે ને ? એ પોતાના પ્રિયને શી રીતે વીસરી શકે ? અને પ્રિય હવે છે નહિ, તેથી શોક સિવાય બીજું શું કરવાનું હોય ?' સખી કહે “સ્વામિની ! ધીરજ રાખો, કદાચ એ તમારો પ્રિય અહીં જન્મી ગયો હશે, તો સંભવ છે એનો તમને યોગ મળશે.' તરંગવતી આ સાંભળી ખુશી થઈ. એને આશા બંધાણી કે “સંભવિત છે એ મનુષ્યરૂપે મને અહીં મળે.' એ આશા-આશ્વાસનમાં દુઃખ-શોક મંદ પડી ગયા. એ સખીને કહે છે,‘તો જો સારસિકા ! જો એ પ્રિય મને આ જનમમાં મળશે તો જ મારે આ સંસારના ભોગોની ઇચ્છા છે, ને તે પ્રિય માટે હું સાત વરસ રાહ જોઈશ. નહિતર પછી મોક્ષના સાર્થવાહ શ્રી જિનેશ્વર ભગવાને જે મોક્ષમાર્ગ બતાવ્યો છે, તે ચારિત્રમાર્ગે હું ચડી જઈશ, અને એ એવી રીતે પાળીશ કે જેથી મારા આત્માપરથી સંસારના સંબંધનો અંત જ આવી જાય ! કેમકે, સંસારના ફાંસલામાં તો પ્રિયના સંયોગ સહેજે થાય; અને એ થાય એટલે પાછળ પ્રિયના વિયોગ નિશ્ચિત છે, જે ફરીથી પાછા દુઃખના ડુંગર ઊભા કરે છે માટે હું શ્રમણપણું જ આદરીશ. શ્રમણપણે યાને ચારિત્ર પાળવું એટલે તો અવ્યાબાધ સુખના પર્વત પર ચડવા જેવું છે. જેના અંતે અક્ષય અવ્યાબાધ સુખ નિશ્ચિત છે; અને એથી જન્મ-મરણાદિ સમસ્ત દુઃખોનું વિરેચન થઈ જાય છે. દુઃખી જાય તે હંમેશ માટે જાય... તરંગવતી સાધ્વીજીના આ બોલ સાંભળતાં શેઠાણી સ્તબ્ધ થઈ જાય છે. એના મનને થાય છે કે સાધ્વીજીનો કેવો જબરદસ્ત વિવેક ! 7 વર્ષ રાહ જોયા પછી નિષ્ફળતામાં બીજો પતિ કરવાનો નહિ, પણ આખો સંસારત્યાગ. અલબત્ત હજી પ્રિયના રાગવશ સંસારવાસના બેઠી છે, છતાં જો પૂર્વ પ્રિય ના મળે, તો બીજા કોઈને પ્રિય કરવાની અને સંસારમાં મહાલવાની લેશ પણ ઈચ્છા નથી ! અહીં પ્રશ્ન થાય, કર્મ ! તારી ગતિ ન્યારી 83