________________ દુન્યવી રાગના અંજામ કેવા કરુણ આવે છે ! શું તમને નથી લાગતું કે જો રાગના અંતે આવા કરણ કલ્પાંત કરવાના હોય, તો બહેતર છે કે એવા રાગ એવા મમત્વ નહિ કરવા ? એ પણ જોવા જેવું છે કે શું રાગ માણસને જ કરતા આવડે છે? કે અબૂઝ પંખેરાને પણ આવડે ? એ સૂચવે છે કે આ સંસારમાં જીવને અનંત અનંત કાળના રાગના અભ્યાસ છે. બધી જ ગતિઓમાં પૂર્વરાગના સંસ્કારોથી નવી નવી રાગની પ્રવૃત્તિ થયે જાય છે, અને એથી રાગ-સંસ્કારો દઢ દૃઢતર થતા રહે છે. હવે અહીં જો અજ્ઞાન અબૂઝ તિર્યંચો કે અનાર્ય મનુષ્યોની જેમ પૂર્વ સંસ્કારવશ રાગની પ્રવૃત્તિઓ વિનાસંકોચ કર્યો જ જઈએ, કર્યે જ જઈએ, તો રાગમાં કદીય ઓછપ થવાની ? ના, નહિ થવાની. એ તો તો જ થાય કે રાગની પ્રવૃત્તિઓ પર કાપ મૂકતા જઈએ, ને વિવિધ ત્યાગના નિયમો કરતા જઈએ. બાકી રાગ-સંસ્કારોના કેવા કેવા અનર્થ નીપજે છે કે અહીંથી સાથે લીધેલ રાગસંસ્કાર ભવિષ્યમાં પણ તેવા પ્રસંગ આવ્યું જુનું પુરાણું યાદ આવીને ય દુ:ખ કરાવે છે. બેનોમાં આ દેખાય છે. સગામાં કોઈનું મૃત્યુ થાય ત્યારે લોકાચારમાં જશે ત્યાં વર્તમાનના મૃત્યુપ્રસંગ પર જુનો પ્રિય સ્વજનનો મૃત્યુપ્રસંગ મનમાં યાદ લાવી રોશે. આમાં કેવુંક ઊંધું વેતરણ છે ? વાત બનવાકાળ બની ગઈ, હવે એ જાતે યાદ કરી જાતે જ દુ:ખી થવાનું ને ? શું એવું ભૂતકાળને યાદ કરીને મરનારનું ભલું કરાય છે? એથી મનનું શુદ્ધિકરણ થાય છે ? મનનું શું સત્ત્વ વધે છે ? આમાંનું કશું જ નહિ. પછી શી જરૂર યાદ કરવાની ? ચકોરી ચકોરના અકાળ મૃત્યુ પર રડી રહી છે. શું એથી ચકોર પાછો આવવાનો ? ના, તો પોતાના મનને શાંતિ રહેવાની ? ના, તો પછી રુદન શું કામ કરશે ? ખરું તો આ વિચારવા જેવું છે, જીવનું ધાર્યું શું થાય છે ? ને નહિ ધારેલું શું નથી આવી પડતું ? સુખના માટે કરેલા પુરુષાર્થ જ દુઃખ માટે થાય છે. ચકોર સુખ માટે ઊડી જતો હતો, એમાં જ આ બાણના પ્રહારનો ભોગ બન્યો ! માટે તો જ્ઞાની ભગવંતો કહે છે. 'दुःख द्विट् सुखलिप्सुर्मोहान्धत्वात् अदृष्ट-गुणदोषः / यां यां करोति चेष्टां तया तया दुःखमादत्ते // ' / અર્થાતુ, જીવ મોહથી અંધ બનેલો હોવાથી, “પ્રવૃત્તિના શા લાભ થશે? કે નુકસાન?' એ એને ધ્યાનમાં જ નથી હોતું. તેથી જે જે પ્રવૃત્તિ સુખના માટે કર્મ ! તારી ગતિ ન્યારી 93