________________ કરે છે એનાથી જ એ દુઃખ પામે છે. ચકોરની સુખ માટે ઊડવાની પ્રવૃત્તિઓ જ બાણે વીંધાવાનું દુ:ખ આપ્યું. આમાં ખૂબી પાછી એ કે પારધીએ પક્ષીને વીંધવા મુદલે ય ધાર્યું નહોતું, છતાં સુખ માટે ઊડતું પંખી જ વીંધાયું. માણસ અભિમાનથી સુખના ફાંફાં મારે એ નકામા છે. મીઠાઈથી શક્તિ મળે ? : માણસ મીઠાઈ ખાવા જાય સુખ માટે, પણ એનાથી જ પેટ દુઃખવા આવી જાય છે. કદાચ આરોગ્ય સારું હોય, પેટ ન દુ:ખવા આવે, પરંતુ હોજરી બહુ સાકર ખાવાથી દૂબળી તો પડતી જ જાય છે, તેથી જતે દહાડે પાચન મંદ પડી જાય છે, અશક્તિ આવી જાય છે. એમાં ય જીવની મૂઢતા કેવી કે આ ગુણ-દોષની ગમ નહિ, તેથી માને છે કે “લાવ, થોડી મીઠાઈ લઉં, શક્તિ આવે.” પરિણામ? પાચન મંદ પડતાં પડતાં જિંદગી ટુંકાવી નાખે છે, ને જિંદગીના પાછલા વરસો રોઈ રોઈને પૂરા કરે છે. મોહ-મૂઢતાથી સુખના માટે કરેલા પુરુષાર્થ દુઃખ માટે થાય છે. રાવણ ઠગાય છે : રાવણ જબ્બર શરીરબળ અને મોટા લાવલશ્કરના ભરોસે ચંદ્રહાસ ખડગ ઉગામી વાલિ રાજા પર ત્રાટક્યો ! પરંતુ વાલિ રાજાએ ડાબે હાથે એનો ખડગવાળો હાથ પકડી ઊંચકીને છત્રીના ડાંડાની જેમ પોતાની બગલમાં દાબી દીધો ! ને આકાશગામિની વિદ્યાથી આખા જંબુદ્વીપને રોન લગાવી, લાવીને યુદ્ધભૂમિ પર પાછો એને ખડો કરી દીધો ! શું માન રહ્યું રાવણનું ? અહીં મજાલ હતી કે મોં ઊંચું કરી શકે ? વાલિના પગમાં પડી જવું પડ્યું; કેમકે એ જુએ છે કે “આમ તો વાલિ એને અહીં જ શા માટે છોડી દે ? સીધો લોખંડી જેલના સળિયા પાછળ જ જિંદગીભર સડવા મૂકી દે ! પણ એ સમય નથી આવ્યો ત્યાંસુધીમાં પગે પડી જવા દે.” રાવણ વાલિના પગે પડીને માફી માગે છે. રાવણની મદદે આવેલા સેંકડો રાજાઓ અને લાખોના લશ્કરના દેખતાં જ આ બને, ત્યાં માંધાતા રાવણનું માન શું રહ્યું ? વિજય માટેના કરેલા પુરુષાર્થથી જ રાવણની નાલેશી થઈ. મોહની અંધતાથી અદૃશ્ય ગુણદોષ-પ્રવૃત્તિમાં લાભ થશે કે નુકસાન ? એ ધ્યાનમાં જ ન લે. નહિતર અહીં રાવણ પહેલેથી જ વિચારી શકત કે “એ સંભવિત છે કે જયારે વાલિ આજ્ઞામાં આવવાની ના પાડે છે, અને મિત્રાચારીનો સંબંધ રાખવા ખુશી બતાવે છે, તો એની પાછળ જરૂર વાલિ પાસે કોઈ બળ હોવું જોઈએ. એ હોય તો મારી આ એની પર ચઢાઈ કરવાની પ્રવૃત્તિ સફળ ન 74 - તરંગવતી