________________ લૂંટારા છે કેમકે તો ચોકિયાતો સાથે લે અને એમાં લૂંટારા સાથે મારામારી થાય એ અધિકરણ થયું કહેવાય. એમાં મુનિથી નિમિત્ત ન થવાય. પૂછો, પ્ર.- તો પછી લૂંટાય એ સારું ? ઉ.- ના, પરંતુ અહીં લૂંટાય જ એવો નિશ્ચય નથી, ને કદાચ લૂંટાય તો એમાં પોતે નિમિત્ત થયા ન કહેવાય; કેમકે સગાઓ આપમેળે ચાલવાના જ હતા. મુનિપણાનો માર્ગ સૂક્ષ્મ છે, નિપુણ બુદ્ધિથી સમજાય એવો છે. સ્કૂલ બુદ્ધિથી ન સમજાય. મુનિપણાનો માર્ગ આ, કે- “કોઈના પાપમાં કે દુઃખમાં નિમિત્ત નહિ થવાનું.” જીવો પોતે પાપ કરે, પોતાની પ્રવૃત્તિથી દુઃખ પામે, એમાં મુનિ જવાબદાર નહિ. મુનિના વચન વગેરેનું નિમિત્ત પામીને બીજાઓ પાપ કરે, દુ:ખ પામે, એમાં મુનિ જવાબદાર. માટે તો મેતારક મુનિએ “સોનીના સોનાના જવલા પક્ષી ચણી જઈ ઝાડ પર બેઠું' એ જોયેલું છતાં સોનીએ પૂછ્યું કે “બોલો જવલા ક્યાં?' તો મેતારજ મુનિ બોલ્યા નહિ; કેમકે જો કહેત કે પેલું પક્ષી ચણી ગયું છે, તો સોની કદાચ ગોફણ નાખી પક્ષીનો ઘાત કરત. એમાં પક્ષી પર દુ:ખ આવ્યું, એમાં મુનિ નિમિત્ત થાત. પૂછો, પ્ર- સોનીના કિંમતી જવલા જાય એની મુનિને દયા ન આવે ? ઉ.- મુનિ એવી સંસારીઓની દયા કરતા ન બેસે, એમાં તો એમના અહિંસા, અપરિગ્રહ, બ્રહ્મચર્ય વગેરે મહાવ્રત ઘવાય. મુનિ બન્યા, સંયમ લીધું, એટલે પોતાના મહાવ્રત પહેલા સાચવવાના, દુનિયાની દયા ખાતર એને ગુમાવાય નહિ. મેતારક મુનિએ પોતાને સોની તરફથી ઠેઠ જીવલેણ ઉપસર્ગ આવ્યો ત્યાં સુધી મુનિએ પક્ષીનું નામ પાડ્યું નહિ. તો શું બગડ્યું? પોતે કર્મ ખપાવી મોક્ષે ગયા ! અને પાછળથી સોનીનો પણ ઉદ્ધાર થયો. મુનિમાર્ગ સૂક્ષ્મ છે, સ્કૂલ બુદ્ધિવાળા એ ન સમજી શકે. સાધુના સગાઓ જંગલમાં ચાલતાં લૂંટારાઓએ છાપો માર્યો. એમને લૂંટ્યા. બેઠા ખાલી ખમ થઈને. ત્યાં એક લૂંટારો સાધુને જોઈ બીજા લૂંટારાને કહે “આ સાધુ સાચા, કબૂલાત પ્રમાણે એમણે ગામમાં આપણી વાત ન કરી. મુનિની સંસારીપણાની માતા આ સાંભળી ગઈ, તે પુત્રમુનિને કહે કર્મ ! તારી ગતિ ન્યારી 49