________________ સમજે છે કે, બાહ્ય સંયોગો શુભાશુભ કર્મને આધીન છે, પરંતુ ત્યાં આપણું હૃદય જિનવચનને આધીન બનાવી શકાય છે, દા.ત. અશુભ કર્મને લીધે કોઈ રોગ વગેરે આપદા આવી એ કર્માધીન; પરંતુ ત્યાં કર્મવિપાકનો વિચાર, આત્મસ્વરૂપનો વિચાર, વૈરાગ્યબુદ્ધિ, વગેરે કરીએ એ આપણા હૃદયને જિનવચનને આધીન બનાવ્યું ગણાય. આમ, હૃદયને જિનવચનના આશ્રવ-સંવર-નિર્જરાના તત્ત્વની સુયોગ્ય વિચારણાથી પવિત્ર રાખવાનું કરી શકાય છે. તરંગવતીના વડીલ કેટલા શાણા કે વર્તમાન સ્થિતિમાં એનું મન ન બગડે એ માટે એને ધર્મના સંયોગો અને ધર્મની પ્રવૃત્તિની સગવડ કરી એમાં પરોવાયેલી રાખે છે. જૈનકુળોની આ બલિહારી આ વિશેષતા કે ઘરમાં ધર્મનું વાતાવરણ એવું રાખે કે કુળના માણસોના દિલ ધર્મસુવાસથી મઘમઘતા રહે. કુળનો માણસ અનુચિત કે આડાઅવળા વિચારોમાં ન ચડે. મનનાં ઘડતર જ એવા થઈ ગયા હોય. સપ્તપર્ણા પુષ્પ કમળવર્ણ કેમ ? : તરંગવતી સાધ્વીજી શેઠાણીને કહી રહ્યા છે કે મારે આનંદમંગળમાં દિવસો પસાર થતા હતા, એમાં એક દિવસ એવું બન્યું કે હું સવારનું પ્રતિક્રમણ અરિહંત ભક્તિ આદિ કાર્ય પતાવી રહી છું એમાં મારા પિતાજીની આગળ માળી ફૂલ લઈને આવ્યો, ફૂલો સુંદર હતા એટલે પિતાજીએ કુટુંબીઓને એકેકને ફૂલો આપ્યા, તો મને પણ બોલાવી ફૂલ આપ્યા તે મારે ક્યાં જાતનો ઠઠારો કરવો હતો ? મારા દિલમાં અરિહંત પ્રભુ રમતા હતા એટલે મેં જઈને ઘરમંદિરમાં ભગવાનને એ ફૂલ અર્પિત કર્યા. ત્યાં પિતાજી મને બોલાવીને કહે, જો તરંગવતી ! આ એક ફૂલ સપ્તપર્ણીનું છે. એ આમ તો સફેદ હોય, પરંતુ આ કમળવર્ણનું કેમ દેખાય છે ?" કહ્યું, તરંગવતીનો અક્કલભર્યો ખુલાસો : બાપુ ! પુષ્પના છોડની પાસમાં કમળ ઊગ્યું હોય તો એની પરાગ પવનથી ઊડી ઊડીને આવી આ પુષ્પ પર પથરાઈ જાય તેથી કમળવર્ણનું કરી નાખે...' કર્મ ! તારી ગતિ ન્યારી પk